કોંગ્રેસ રેડિયો અને ઉષા મહેતા પર આધારીત એ વતન મેરે વતન

     અંગ્રેજ મહાન હો યા ના હો, ઉનકા છલ મહાન હૈભારત પર રાજ કરવા અંગ્રેજો હમેશા છળ કરતાં રહ્યાં અને આઝાદીના દિવાના તેની પરવાહ કર્યા વગર સતત ઝઝૂમતા રહ્યાં. આવાં જ એક દિવાના, દિવાનીની વણકહી કથા ફિલ્મ દ્વારા કહેવાય તો દર્શકોને ગમે..? આવી જ એક દિવાની ઉષા મહેતાની કથા ફિલ્મએ વતન મેરે વતનમાં વણી લેવામાં આવી છે.

૯ ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે ગોવાલિયા ટેંક મેદાનથી ગાંધીજી અને કોંગ્રેસે અંગ્રેજો વિરૂદ્ધ 'ભારત છોડો' ચળવળ શરૂ કરવાના હતાં. પણ તે પહેલાં જ ગાંધીજી અને અન્ય નેતાઓની ધરપકડ કરવામાં આવી. જો કે ૯ ઑગસ્ટ ૧૯૪૨ના દિવસે ગોવાલિયા ટેંક ખાતે ઘણી મોટી માનવ મેદની ઉમટી પડી. હાથમાં ધ્વજ લઈને.  ભાષણ થયા. ધ્વજ ફરક્યા. લાઠી ચાર્જ થયો. માથા ફૂટ્યા. હાથ તૂટ્યા. પણભારત છોડોચળવળના શ્રી ગણેશ જરૂર થયા. આ ભીડમાં ધ્વજ ફરકાવનારઓની યાદીમાં ઉષા મહેતા પણ હતાં. અંગ્રેજોના બેરિસ્ટર અને ચર્ચિલના ચાહક બેરિસ્ટર હરિમોહન મહેતા (સચિન ખેડેકર) ની દીકરી ઉષા મહેતા (સારા અલિ ખાન). હરિમોહન મહેતા ચર્ચિલના ચાહક ને ઉષા મહેતા ગાંધીના. આમ સંઘર્ષની શરૂઆત તો ઘરમાંથી જ શરૂ થઈ જાય..! જો કે વિધવા ફોઈ ઉષાની પડખે રહે.

હમ સહી હૈ, પર ગાંધીજી સત્ય હૈ



ફિલ્મની કથા આ નથી. ૧૮૫૭ના વિપ્લવ સમયે એકબીજાં સાથે સંવાદ ન સાધી શકાતા મોટી નિષ્ફળતા સાંપડી હતી. 'ભારત છોડો' ચળવળનું પરિણામ આવું ન આવે માટે શું કરવું..? કોમ્યુનિકેશન સાધવા રેડિયોનો ઉપયોગ કરી શકાય. પણ..? અંગેજોએ તેના પર પ્રતિબંધ લાદ્યો છે. ઉષા મેહેતા રેડિયો સ્ટેશન શરૂ કરવાની વાત કરે ત્યારે સાથી મિત્રો પણ સાથ છોડી દે. એક મિત્ર ફહાદ (સ્પર્શ શ્રીવાસ્તવ) સાથે આપે. મિત્ર ફિરદોશ એન્જીનિયર પાસેથી ૪૦૦૦ રૂ.માં સાધનો ખરીદી આ બે મિત્રો શરૂ કરેકોંગ્રેસ રેડિયો’. જેની શરૂઆત થાયઃયહ હૈ કોંગ્રેસ રેડિયો. હિંદુસ્તાન મેં કહીં સે, કહીં પે હિંદુસ્તાન મેં’. પછી મહાત્મા ગાંધી, નહેરૂ, સરદાર સહિતના નેતઓના રેકોર્ડેડ ભાષણ પ્રસારીત કરાય. અને અંતે વંદે માતરમ ગીત.

રેડિયોના આરંભ તો થાય પણ થોડા જ સમયમાં અંગ્રેજોની નજરમાં આવી જાય. જો કે આ બન્ને રામ મનોહર લોહિયા (ઇમરાન હાશ્મિ)ના સંપર્કમાં આવતાં રેડિયોની પ્રસારણ ક્ષમતા આખા દેશ સુધી વિસ્તરે. સાથે સાથે અંગ્રેજો પણ આકરા થાય. ગેરકાયદે (પરવાનગી વગર) પ્રસારીત થતાં રેડિયો સિગ્નલ પકડવા સિગ્નલ વાન સડક પર ઉતારાય. અને પછી શરૂ થાતઉંદર બિલાડીની રમત. માત્ર ત્રણેક મહિના ચાલેલ આ સંઘર્ષને કચકડે કંડારવાની જવાબદારી કન્નન ઐયરે નિભાવી છે. ફિલ્મના નિર્માતા છે કરણ જોહર.­­

ફિલ્મનો સમયગાળો ૧૯૪૨નો હોય સર્જક ટીમે તે સમયનો લોકાલ ઉભો કરવાની પૂરતી કોશિશ કરી છે. દ્રશ્યો લાઈવ લોકેશન અને સેટિંગ પર ફિલ્માવાયા હોવાં છતાંય દ્રશ્યો સંઘર્ષ, વિપ્લવ અને આઝાદીના આક્રોશને પૂર્ણતઃ વ્યક્ત કરી શક્યા નથી. સિમીત બ્લોકમાં ફિલ્માવાયા હોય તેવાં ભાસે છે. કથા સારી હોવાં છતાંય પટકથા બહુ સારો પ્રભાવ જન્માવી શકી નથી. ફિલ્મનો આરંભ બહુ ધીમો અને લાંબો લાગે છે. ફિલ્મનો મધ્ય આવતા સુધીમાં કંટાળેલાં દર્શકોને મધ્યમાંથી શરૂ થતો રોમાંચ રસ ટકાવી રાખવામાં સહાયક બને છે. અંત રોચક અને દેશદાઝ જ્ન્માવનારો બની રહે છે.

to see video Review click link

https://youtu.be/0q-5SOJbr9E?si=GT-WQImy4lP1GfIL

ઉષા મહેતાના આરંભીક જીવન પર આધારીત આ ફિલ્મની પટકથા ઘણી વાતોને અધ્યાહ રાખે છે..! કેમ..? તેનો જવાબ મળતો નથી. તેમના જીવનની ઘણી વાતો નેરેટરના માધ્યમથી કહી કે પ્રસ્તુત કરી શકાઈ હોત. ઉષા મહેતાના મુંબઈ અને સુરત (ઓલપાડ તાલુકાનું સરસ ગામ) સાથેના સંબંધને પાતળી રેખાની જેમ પ્રસ્તુત કરી ફિલ્મને મૂળ કથાપાટા પર ચઢાવી દેવાની ઉતાવળ સ્પષ્ટ વર્તાઇ છે. અને અંતમાં તો તેમના બાકીના ૫ચાસ કરતાંય વધુ વર્ષના જીવનને બે લાઈનમાં સમેટી લેવાયો છે. પટકથામાં ફ્લેશબેક તકનિકના વિનિયોગથી ઉષા મેહતાનું બાળપણ અને પાછલી ઉંમરનો ઘટનાક્રમ દર્શાવવાના સ્થાને પટકથા ઉષા મહેતાનેકોંગ્રેસ રેડિયોવાળા એક ઘટનાક્રમ પૂરતાં જ સિમીત કરે છે..! જે પટકથાનું સૌથી નબળું પાસું બને છે.

ઉષા મેહેતાના પાત્રને ન્યાય અપાવવામાં સારા અલિ ખાન સફળ રહી છે. હા, વાચિક અભિનય અનેક દ્ર્શ્યોમાં ધાર્યો પ્રભાવ ઉભો કરવામાં અડચણ ઉભી કરે છે. છતાંય સમગ્રતઃ મૂલ્યાંકન કરીએ તો સારા એ સારી ભૂમિકા ભજવી છે. પિતાના પાત્રમાં સચિન ખેડેકર મળેલી ભૂમિકાને ન્યાય આપે છે. પણ રામ મનોહર લોહિયા તરીકે ઇમરાન હાશ્મિ ક્રાંતિકારીના બદલે કોઈ ખલપાત્ર ભજવતા હોય તેવી અનુભૂતિ કરાવે છે. આ ફિલ્મમાં ફિલ્મ લાપતા લેડિઝનો નાયક સ્પર્શ શ્રીવાસ્તવ પોલિયોગ્રસ્ત ફહાદના પાત્રને ન્યાય આપે છે. ઈતિહાસ, જીવની અને ભપકારહિત ફિલ્મના શોખીનો ફિલ્મએ વતન મેરે વતનને સમગ્રપણે જોશે તો તેમેને આ ફિલ્મ જરૂર ગમશે.

ડૉ. તરુણ બેન્કર (M) 9228208619  email: tarunkbanker@gmail.com

Clip: https://www.loksattanews.co.in/view-clip/188855

Post a Comment

0 Comments