‘ઝ્વીગાટો’માં કપિલ શર્મા તદ્દન અલગ અને પ્રતિભાવાન ભૂમિકામાં

      આજની સવાર સુધરી ગઈ. કોમેડીકિંગ કપિલ શર્માની  ફિલ્મ 'ઝ્વીગાટો'નું ટ્રેલર જોયું. પહેલાં તો હું ચમક્યો. સોશ્યલ મીડિયા ઉપર સર્ફિંગ કરતી વખતે અચાનક સ્ક્રોલ બેક થયો. મને ‘શિપ ઓફ થીસિયસ’ જેવું કઈંક દેખાયું. પછી જોયું તો એ તો ફિલ્મ 'ઝ્વીગાટો'નું પોસ્ટર હતું. પછી ફિલ્મનું ટ્રેલર જોયું. સવાર સુધરી ગઈ. કપિલ શર્મા તદ્દ્ન અલગ રોલમાં જોવા મળ્યો. કોમેડીની તદ્દન ઓપોસિટ. ફૂડ ડિલેવરી બોયના રોલમાં. આ ફિલ્મનું પ્રીમિયર હાલમાં જ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં થયું. અને ૫ થી ૧૪ ઓક્ટોબર દરમિયાન દક્ષિણ કોરિયાના બુસાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રીનીંગ યોજાશે.

ફિરાક’ અને ‘મંટો’ જેવી કલ્ટ ફિલ્મોની નિર્દેશિકા અને અભિનેત્રી નંદિતા દાસ નિર્દેશિત ફિલ્મ 'ઝ્વીગાટો' નું મુખ્ય પાત્ર કપિલ શર્મા છે જે એક ફેક્ટરીમાં ફ્લોર મેનેજર તરીકે કામ કરતો હતો અને રોગચાળા દરમિયાન તેણે નોકરી ગુમાવી હતી હતી. ત્યાર બાદ ફૂડ ડિલિવરી બોય (મેન) તરીકે કામ કરવાનું શરૂ કરે. આ કામમાં તેણે રેટિંગ અને પુરસ્કારો માટે ઝઝૂમવું પડે. ઘરકામ કરતી ગૃહિણી પત્ની  પણ પરિવારની આવક વધારવા માટે નોકરીની તકો શોધે છે. પણ તેણી નવી શરૂઆતથી ડરે પણ છે. ફિલ્મનો ડિલિવરી બોય કપિલ મોટરસાઇકલ પર ભુવનેશ્વર વિસ્તારમાં ફૂડ ડિલેવરી કરે છે અને અસુવિધાજનક અવરોધો અને અધીરા ગ્રાહકોનો સામનો કરે છે. ફિલ્મમાં ફિલ્મની સ્ટોરીલાઈન કઈંક આવી છેઃ

the story of a food delivery man and his life which revolves around a small town world.

ટ્રેલરમાં કપિલ શર્મા પિઝાના બોક્સ સાથે હાઈરાઈઝ એપાર્ટમેન્ટમાં દેખાય. પહેલી નોટિસ એ મળે કે, ડિલિવરી એજન્ટોને લિફ્ટનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. આમ આ ફિલ્મ જીવનની ઘણી મુશ્કેલીઓ વિશેની છે તેની શરૂઆત અને રજૂઆત થઈ ગઈ છે. આ ફિલ્મમાં તેની પત્નીની ભૂમિકા શહાના ગોસ્વામીએ ભજવી છે. બન્ને એકમેક સાથે સુખદ સમય વિતાવવા પણ સંઘર્ષ કરતાં જોવા મળે. કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર ફિલ્મનું ટ્રેલર શેર કરતા લખ્યું છે, "સફળ વર્લ્ડ પ્રીમિયર પછી ઝ્વીગાટો બુસાન ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ કરાશે."

 આમેય નંદિતા દાસ ઈન્ટેન્સ ફિલ્મોમાં અભિનય કરવાં અને તેવી જ ફિલ્મ બનાવવા માટે જાણીતી છે. આ ફિલ્મ થકી પણ સામાન્ય માણસના વાસ્તવિક સંઘર્ષને બતાવવામાં તેણી સફળ રહી છે. ડિલિવરી મેન તરીકે કપિલ શર્મા પણ સહજ લાગે છે. કપિલ શર્મા આ પહેલાં “કીસ કીસ કો પ્યાર કરું” અને “ફિરંગી” જેવી ફિલ્મ કરી ચૂક્યો છે, પણ તેનો અભિનય સામાન્ય રહ્યો છે. અને આમ પણ કપિલ કોમેડી માટે જાણીતો છે, પણ ‘ઝ્વીગાટોમાં તે તદ્દન અલગ અને પ્રતિભાવાન રોલમાં જોવા મળશે. #zwigato #kapilsharma #nanditadas #manoranjan9 #DrTarunBanker #Indie_filmmaker #indiancinema

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments