શું શોર્ટ્સ અને રીલ્સ બનાવીને પણ કમાણી કરી શકાય..?

વર્ષ 2025 સુધીમાં આ માર્કેટ રૂ. 2200 કરોડ થાય તેવી શક્યતા ધરાવતાં માર્કેટ વિષે આવો સવાલ જ નક્કામો છે. આપણી એક ખાસિયત રહી છે કે કમાણી કરવાના પરંપરાગત સાધન એવી નોકરી અને ધંધા સિવાય બીજો કોઇ વિકલ્પ આપણે વિચારતાં નથી. હાલના ટ્રેન્ડ પ્રમાણે અનેક રસ્તાઓ છે જેનાથી પૈસા પણ કમાઈ શકાય. સોશિયલ મીડિયાના આ યુગમાં ઇન્ફ્લ્યુએન્સર્સ અને કન્ટેન્ટ ક્રીએટર્સ બની કે શોર્ટ્સ અને રીલ્સ બનાવીને પણ કમાણી કરી શકાય. અને આવા માધ્યમથી અનેક લોકો અઢળક કમાણી કરી રહ્યાં છે, તો તમે કેમ નહીં..?



આ કન્ટેન્ટ ક્રીએટર્સ, ઇન્ફ્લ્યુએન્સર્સ કે શોર્ટ્સ અને રીલ મેકર્સ આ બિઝનેસ પણ ચલાવી રહ્યા છે. છતાં પણ લોકો તેને અસલી નોકરી કે કામતરીકે જોતા નથી. કેમ..? આ સમજવા કેટલાં ક ઇન્ફ્લ્યુએન્સર્સના અનુભવો જાણીએ. પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રીએટર ફરાહ શેખનું કહેવું છે મારો દિવસ ઘરના કામ સાથે શરૂ થાય છે. દીકરીને શાળાએ મોકલ્યા પછી હું મારી જાતને થોડો સમય આપું છું. તેના પછી હું મારું પ્રોફેશનલ કામ ચાલુ કરું છું. સૌથી પહેલા એક ટીમ મીટિંગ થાય છે જેમાં અમે આગળ શું કરીશું તેના પર બ્રેઇન સ્ટોર્મિંગ શરૂ કરીએ છીએ. આ મીટિંગમાં ફાઇનાન્સથી લઈને દરેક ટીમો સામેલ થાય છે. સવારનો સમય અમારા માટે કામના આગળના પ્લાનિંગ માટેનો હોય છે. હું સામાન્ય રીતે અઠવાડિયામાં ૩૫થી ૪૦ કલાક કામ કરું છું. તમે જે વીડિયો માત્ર એક-બે મિનિટનો જૂઓ છે. હું છેલ્લાં છ વર્ષથી આ વ્યવસાય સાથે જોડાયેલાં છે. તોય ઘણાં લોકો એવા છે જેઓ આ વ્યવસાયને કારકિર્દીના વિકલ્પ તરીકે જોતા નથી. લોકો એમ જ પૂછે છે ક્યાં કે કઈ નોકરી કરો છો..?

પહેલાં આપણને લાગતું હતું કે માત્ર એક મિનિટનો વીડિયો શું મોટી વાત છે..? પરંતુ હવે ખબર પડે છે કે આ કામમાં કેટલી મહેનત પડે છે. કેટલાંક લોકો આ કામને સન્માનજનક કામ તરીકે પણ જોતા ન હતા. પરંતુ હવે લોકોના અભિપ્રાયની સાથે સાથે આ વ્યવસાયમાં જોડાયેલા લોકોની કાર્યશૈલી પણ બદલાઈ રહી છે. ઇન્ફ્લુએન્સર્સ ડોટ ઇનમાં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આ પ્રભાવશાળી બજાર આગામી પાંચ વર્ષમાં ૨૫ ટકાના દરે વૃદ્ધિ પામી શકે છે. વર્ષ ૨૦૨૫ સુધીમાં આ માર્કેટ રૂ. ૨૨૦૦ કરોડ થવાની ધારણા છે. મોટી કંપનીઓ માટે તો આ બજાર તેમની ડિજિટલ માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ભાગ છે. જ્યારે નાની કંપનીઓ પણ ઇન્ફ્લુએન્સર્સના મહત્ત્વને સમજે છે.

શું આ એક કારકિર્દીનો વિકલ્પ છે..? ડિજિટલ સ્ટ્રેટેજિસ્ટ અને લાઇફ કોચ દેબારતિ રિયા ચક્રવર્તી માને છે કે આ બિઝનેસનો લૅન્ડસ્કેપ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મના આગમન પછી કન્ટેન્ટ ક્રીએટર્સ પાસે કન્ટેન્ટ બનાવવાની સ્વતંત્રતા છે. લોકો પણ આ ઇન્ફ્લુએન્સર્સ સાથે ઘણું જોડાણ અને લગાવ અનુભવે છે. હવે ઇન્ફ્લુએન્સર્સ એજન્સીઓ પણ સુધરી રહી છે. અગાઉ તે માત્ર બ્રાન્ડ્સને ક્રીએટરો સાથે જોડવાનું કામ કરતી હતી. પરંતુ હવે તેઓ સંપૂર્ણ સેવા આપી રહી છે. તે બ્રાન્ડ્સ અને ઇન્ફ્લુએન્સર્સ વચ્ચે એક મહત્ત્વપૂર્ણ કડી બની ગઈ છે.

'ધ મોબાઇલ ઇન્ડિયા'ના સંપાદક, સ્થાપક અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત સંદીપ બડકી માને છે કે હાલમાં ઇન્ફ્લુએન્સર્સ આ ક્ષેત્રને કારકિર્દી તરીકે જોવાને બદલે વ્યાવસાયિક રીતે જોઈ રહ્યા છે. આ બે પદ્ધતિઓ વચ્ચેનો તફાવત એટલો જ છે કે જો તેને વ્યાવસાયિક રીતે જોવામાં આવે તો વ્યક્તિ તેની સારી બાબતો, ખરાબ બાબતો અને તેને કેવી રીતે કરવું વગેરે બાબતો પર ધ્યાન આપે છે. તે વિચારે છે કે મારે કંઈક એવું કરવું જોઈએ જેનાથી મારું નામ બગડે નહીં અને તે વસ્તુ હું લાંબા સમય સુધી કરી શકું. મને આ પ્રકારની ભાવના કારકિર્દીમાં ખૂટતી હોય તેવું લાગે છે.

હું ડૉ. તરુણ બેન્કર. ઈન્ડિપેન્ડન્ટ ફિલ્મમેકર, લેખક અને અભિનતા. છેલ્લાં પંદરેક વર્ષથી સોશ્યલ મીડિયા અને ડિજિટલ ક્રિએશન સાથે કાર્યરત છું. મારો અનુભવ શેર કરુ તો, મારા મનમાં ફિલ્મ મેકિંગ સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. હું પણ શોર્ટ્સ અને રીલ્સ મેકિંગને નાનુ કામ ગણતો હતો. આવું તો શું બનાવવાનું..! પણ હું રીલ્સ જોતો જરૂર અને મને મઝા પણ આવતી. થોડાક સમયથી મેં પણ શોર્ટ્સ અને રીલ્સ મેકિંગનું કામ શરૂ કર્યું છે. ગણતરીના દિવસોમાં હજારો વ્યૂ મેળવ્યાં છે. કદાચ થોડાંક જ દિવસમાં મારી ચેનલ મોનેટાઈઝ પણ થઈ જાય. Hope for best. Finger crossed. અને તેનાથી પણ મોટી વાત. હુ તેને enjoy કરી રહ્યો છું. વધું વ્યસ્તતા અનુભવી રહ્યો છું. મને ખબર છે. આ તો માત્ર શરૂઆત જ છે. પણ આ બીજ વૃક્ષ પણ બને અને વટવૃક્ષ પણ. તમે પણ આ દિશામાં આગળ વધી શકો. તકલીફ અનુભવો કે ક્યાંક ગુંચવાવ તો..? વિના સંકોચ અમારો સંપર્ક કરો. (લેખ માટે બીબીસી ગુજરાતીના લેખનો પણ આધાર લીધો છે)

Dr. Tarun banker (M) 9228208619  (Indie filmmaker, Writer & actor)

Post a Comment

0 Comments