હિંદી-અંગ્રેજી જેવી ગુજરાતી ફિલ્મ શું કામ..? સબસીડી માટે..!

મૂળ તેલુગુ (પ્રાદેશિક) ભાષાની ફિલ્મ શ્રેણીમાં RRRના 'નાટુ નાટુ' સોંગને બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો. આનંદ થયો. આપણી ગુજરાતી ફિલ્મ “છેલ્લો શો” પણ ઓસ્કરમાં વિદેશી ભાષાની ફિલ્મ કેટેગરીમાં છે. Let’s cross our finger. પણ બહુમતી ગુજરાતી ફિલ્મોનું શું..? ગુજરાતી ફિલ્મના નામે હિંદી ફિલ્મના ચાળે ચઢવાનું ને સબસીડી ગુજરાતી ફિલ્મ માટે લેવાની..!


     મૂળતઃ તેલુગુ ભાષાની અને દક્ષિણ ભારતની વિવિધ ભાષા અને હિંદી સહિત અનેક ભાષાઓમાં ડબ થયેલ ફિલ્મ RRRને ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સની 80મી શ્રેણીમાં RRRના 'નાટુ નાટુ' સોંગને બેસ્ટ ઓરિજિનલ ગીતનો એવોર્ડ મળ્યો છે. એસએસ રાજામૌલીની ફિલ્મ RRRને બે કેટેગરી માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સમાં નોમિનેટ થઈ છે. નોન ઈંગ્લિશ લેંગવેજ અને બેસ્ટ ઓરિજિનલ સોંગ મોશન પિક્ચર માટે નોમિનેટ થઈ છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ્સ પહેલાં, SS રાજામૌલી, જુનિયર એનટીઆર અને રામ ચરણ લોસ એન્જલસમાં ચાઇનીઝ થિયેટરમાં સ્ક્રીનીંગમાં હાજરી આપી હતી. લોસ એન્જલસના પ્રખ્યાત ચાઇનીઝ ફિલ્મ RRRનું સ્ક્રિનિંગ યોજ્યું હતું. TCL IMAX થિયેટરમાં રિલીઝ કરવામાં આવી હતી અને 932 લોકોની બેઠક ધરાવતા શોની ટિકિટ માત્ર '98 સેકન્ડ'માં વેચાઈ ગઈ હતી.

બિયોન્ડ ફેસ્ટએ તેને ભારતીય ફિલ્મ માટે 'ઐતિહાસિક' ક્ષણ ગણાવી અને ટ્વિટ કર્યું, "તે સત્તાવાર છે અને તે ઐતિહાસિક છે. @RRRMovie @ChineseTheatres @IMAX 98 સેકન્ડમાં વેચાઈ ગઈ. ભારતીય ફિલ્મનું આ પ્રકારનું સ્ક્રીનિંગ પહેલાં ક્યારેય થયું નથી કારણ કે RRRજેવી ફિલ્મ ક્યારેય બની નથી.

આપણી ફિલ્મઃ કાયપો છે

તમારી બે મિનિટ કોઈનો જીવ બચાવી શકે



આજે દક્ષિણ ભારતની ફિલ્મો ભારતીય સિનેમા જગત ઉપર રાજ કરી રહી છે, ત્યારે મોળા પડેલાં હિંદી સિનેમા જગતે આમાથી શિખવાની જરૂર છે. ૧૦ થી ૨૦ કરોડના બજેટમાં બનતી દ્ક્ષિણ ભારતીય ફિલ્મોમાં તેની પ્રાદેશિકતા છલકાય છે. તેનું ભારતીયપણું પ્રસ્તુત થાય છે. આપણી સંસ્કૃતિના દર્શન થાય છે. અને તેની સફળતાનું એક કારણ આ જ છે. જ્યારે હિંદી ફિલ્મ સર્જક વિદેશી ફિલ્મોં પાછળ અને તેના જેવી ફિલ્મ બનાવવા ઘાંઘા થયાં છે..!

આપણી ગુજરાતી ભાષાની ફિલ્મોની વાત કરીયે તો ઘણાં સર્જક હિંદી જેવી ફિલ્મ બનાવવા ધખારા કરે છે અને પરિણામે ઉંધા માથે પટકાઈ નિર્માતાના પૈસા ડૂબાડે છે. ગુજરાત સરકાર પ્રાદેશિક ફિલ્મોને પ્રોત્સાહન આપવા સબસીડી આપે છે, પણ મોટાભાગની ફિલ્મોમાં ગુજરાતીપણું ક્યાં છે. છેલ્લા થોડાંક સમયમાં સફળ થયેલ કે વખણાયેલ ગુજરાતી ફિલ્મોની વાત કરીયે તો ‘કેવી રીતે જઈશ’ થી માંડીને ‘સૈયર મોરી રે’ સુધીની યાદીમાં ગુજરાતીપણું છલકાવતી થોડીક જ ફિલ્મો છે. ઉદાહરણ તરીકે હેલારો, રેવા, ધાડ, ૨૧મું ટિફિન, ઢ, બે યાર, કેવી રીતે જઈશ, દિવાસ્વપ્ન, ચાલ જીવી લઈએ, ધૂનકી, ૪૭, ધનસુખ ભવન, મોંટુની બિટ્ટુ, મૃગતૃષ્ણા, રાડો, નાડીદોષ, ડીયર ફાધર, નાયિકા દેવી, ચબૂતરો, વાલમ જાવો ને, ઓમ મંગલમ સિંગલમ કે મેડલનો સમાવેશ કરી શકાય. આ બધી ફિલ્મોમાં ગુજરાતીપણું છલકે છે. હિંદીપણું નહીં. તમારે હિંદીપણું દેખાડવું કે છલકાવવું હોય તો હિંદી ફિલ્મ બનાવોને. સબસીડીની લ્હાયમાં આ બાજું શું કામ જૂઓ છો.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.


Post a Comment

0 Comments