'ધ કાશ્મીર ફાઇલ્સ' પર નાદવ લૈપિડનું નિવેદન રાજકીય ત્રાગા, ખેંચતાણ કે પ્રોપેગેંડાથી વિશેષ કંઈ નહીં..!

 ‘ધ કાશ્મિર ફાઈલ’ ફરી ચર્ચામાં આવી..! રીલીઝ થઈ ત્યારે ચર્ચા કે વિવાદમાં આવી હતી તેના કરતા પણ વધારે. કદાચ ન્યૂઝિલેંડ અને સિંગાપુરમાં પ્રતિબંધિત થઈ તેના કરતા પણ વધારે. બહુમતીને તો ખબર પણ નહીં હોય કે આ ફિલ્મ ઉપર ન્યૂઝિલેંડ અને સિંગાપુરમાં પ્રતિબંધિત મૂકાયો છે. પહેલાં ન્યૂઝિલેંડમાં ફિલ્મને ‘એ’ સર્ટિફિકેટ સાથે રજૂ કરવામાં આવી હતી. પણ, મુસ્લિમ સમુદાયની માંગ પર સમીક્ષા કર્યા પછી, સેન્સર બોર્ડે ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો હતો. સિંગાપુરમાં આ ફિલ્મ ઉપર એટલે પ્રતિબંધ મૂકાયો હતો કે, આ ફિલ્મમાં કાશ્મીરમાં ચાલી રહેલા સંઘર્ષમાં મુસ્લિમોની ખોટી છબી અને હિંદુઓ પર થતા અત્યાચારનું એકતરફી ચિત્રણ છે. આ ફિલ્મમાં અનેક સમુદાયો વચ્ચે દુશ્મનાવટ અને ભાઈચારાને નુકસાન પહોંચાડવાની ક્ષમતા છે.

હાલમાં જ પૂર્ણ થયેલાં IFFI 2022ના સમાપન સમારંભમાં જ્યુરી હેડ અને ઈઝરાયેલી ફિલ્મ નિર્માતા નાદવ લૈપિડે ફિલ્મ અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યુ..! આ સમયે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર પણ મંચ પર હાજર હતા. નાદવ લૈપિડે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને વલ્ગર અને પ્રોપેગન્ડા ફિલ્મ ગણાવી હતી. જ્યુરી હેડ તરીકે લૈપિડના નામની ભલામણ કરનારામાં કરણ જોહર, પ્રસૂન જોશી, મનોજ મુન્તાશીર, ખુશ્બૂ સુંદર, પ્રિયદર્શન, બોબી બેદી, હૃષિતા ભટ્ટ, નિખિલ મહાજન, રવિ કોટ્ટરકારા, સુખવિંદર સિંહ અને વાણી ત્રિપાઠીનો સમાવેશ થાય છે. અને આ ફેસ્ટિવલ સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આયોજિત કરવામાં આવે છે.

આ ફેસ્ટિવલના જ્યૂરી હેડ નાદવ લૈપિડના આ વિવાદી નિવેદન પછી સરકાર તરફથી કોઈ વિશેષ પ્રતિક્રિયા નથી આવી. હા, ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપી છે. સુપ્રીમ કોર્ટના વકીલે ફરિયાદ દાખલ કરી છે. ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોન અને અભિનેતા અનુપમ ખેરે ટીકા કરી છે. તો સામા પક્ષે શિવસેનાના પ્રિયંકા ચતુર્વેદી અને સંજય રાઉત તથા અભિનેત્રી સ્વરા ભાસ્કર અને કોંગ્રેસની સુપ્રિયા શ્રીનાત નાદવ લૈપિડના સમર્થનમાં આવ્યાં છે. પણ, આશ્ચર્યની વાત એ છે કે નાદવ લૈપિડનું નામ પ્રસ્તાવિત કરનાર બોર્ડના સભ્યો કે ભારત સરકાર કે માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફ્થી કોઈ પ્રતિક્રિયા આવી નથી..!

one minute for nation

click below link



અભિવ્યક્તિના નામે મનફાવતા નિવેદનો કરનાર કળાકારો અને સર્જકોની વાતના તથ્ય અને સત્ય સુધી પહોંચવાનો પ્રયત્ન બહુમતી સમયે કરાતો નથી. હા, દર વખતે રાજકીય ખેંચતાણ જરૂર વચ્ચે આવી જાય છે. અને અંતે હોબાળો, વિવાદ અને હુંસાતુંસી વચ્ચે આખો મુદ્દો દબાઇ કે ખોવાઇ જાય છે. હાલ ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. તો દિલ્હી મહાનગરની ચૂંટણી પણ કાર્યરત છે, ત્યારે આવા નિવેદનો રાજકીય ત્રાગા, ખેંચતાણ કે પ્રોપેગેંડાથી વિશેષ નથી ભાસતા..! કારણ એક સમયે (ઓગષ્ટ ૨૦૨૨)માં જે એંડ યુના છાત્રોના ધરણા-પ્રદર્શન મુદ્દે તેમની વારંવાર મુલાકત પછી શાસકોના નિશાને આવેલ દીપિકા પદુકોણ પણ આ ફેસ્ટિવલના પ્રમુખ કાર્યક્રમોમાં સામેલ હતી.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.

Post a Comment

0 Comments