શોર્ટ ફિલ્મ મંત્ર એકેડેમી દ્વારા ૧૦મો આંતરરાષ્ટ્રિય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ સુરત ખાતે યોજાશે

સોશ્યલ મીડિયા કે કળા-સાહિત્યના વર્તુળમાં તમને આવો મેસેજ વાંચી કે તેના વિષે જાણી આનંદ અને ગર્વની લાગણી થાય એ સ્વાભાવિક બાબત છે. We are pleased to inform you that we are going to celebrate ten years of the international short film festival 2021. On this occasion, we are announcing the prestigious award ceremony of the legend of Surat and philanthropist Shri Pankaj Kapadia award on eve of 21st November 2021 at 6:00 p.m. onwards. Venue shall be Kapadia club, Bhatar Road, Surat. Shri Pankaj Kapadia Inspiration Award 2021 is a unique platform started  to honour and encourage the most creative artist, creators, and social activists in the different categories nominated.



૧૦ વર્ષથી આંતરરાષ્ટ્રિય શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરતા અભિષેક ગલસર પોતે પણ ફિલ્મ સર્જક છે. તેઓ વર્ષોથી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે કાર્યરત છે અને કોરોના સાથે સંકળાયેલ સામાજિક જવાબદારી અંગે તેમણે બનાવેલ શોર્ટ ફિલ્મ કાંસ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી હતી. હાલ તેઓ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યાં છે. ૨૦૧૧થી આ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં ૭૫૦૦ શોર્ટ ફિલ્મ નોમિનેશન માટે આવી છે, જે પૈકીની અનેક ફિલ્મોનું સ્ક્રિનિંગ કર્યું છે. આગામી ૨૧મી નવેમ્બરે સુરતના ભટાર રોડ પર આવેલ કાપડીયા ક્લબ ખાતે આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શોર્ટ ફિલ્મોના સ્ક્રિનિંગ સુરતના રમતવીર, દાનવીર અને ભામાશા તરીકે ખ્યાત શ્રી પંકજ કાપડીયાના નામથીપંકજ કાપડીયા પ્રેરણાસ્ત્રોત એવોર્ડ-૨૦૨૧નો આરંભ પણ કરવામાં આવશે. જે અન્વયે કળા, સાહિત્ય, સેવા, શિક્ષણ સહિતના વિવિધ ક્ષેત્રમાં આગવું પ્રદાન કરનારનું એવોર્ડ આપી બહુમાન કરવામાં આવશે. વર્ષ ૨૦૨૧ના એવોર્ડ માટે ૧૦૦ જેટલાં મહાનુભાવોનું ચયન અને તેમના યોગદાન અંગે ચર્ચા-વિચારણા કર્યા પછી દસ મહાનુભાવોને આ એવોર્ડ આપવામાં આવશે.

. શ્રી આબિદ સુરતી (નેશનલ એવોર્ડ વિનર) (ફિલ્મ, ચિત્રકલા, સાહિત્ય અને પાણી બચાવો અભિયાન)

. ડૉ. સંહિતા જોષી (પ્રેસિડંટ ઓફ ઈન્ડિયા વિનર) (વાર્તાકાર અને કવયત્રી) મુંબઈ

. ડૉ. પ્રશાંત ભીમાણી (સાઈક્રિયાટીસ્ટ અને ઈંટરનેશનલ સ્પીકર) અમદાવાદ

. શ્રી અબ્દુલ રહેમાન મલબારી (સુરત નિવાસી-એકતા ટ્રસ્ટ) કોવિડ૧૯ વોરિયર

. ડૉ. પદ્મેશ પંડીત (ફિલ્મકળા, નાટ્યક્ષેત્રમાં યોગદાન)

. ડૉ. રાજ શેટ્ટી (જનજાગૃતિ અભિયાન, હેલ્થ)

. શ્રી શાંતિલાલ ટી મિસ્ત્રી (નાટ્યક્ષેત્રે કલાકસબી)

. શ્રી પ્રજ્ઞેશ ટી પટેલ (મુક બધીર બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિ)

. શ્રી કૌશલ બી જોષી (લેખન, નવોદિત સાહિત્યકારોને પુસ્તક પ્રકાશન માટે)



આ અયોજન અંગે શ્રી અભિષેક ગલસર જણાવે છે કે આગામી વર્ષોમાં પણ આ જ રીતે શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ અનેપંકજ કાપડીયા પ્રેરણાસ્ત્રોત એવોર્ડનું આયોજન હાથ ધરવાના છીએ અને તેની કાર્યવાહી પણ હાથ ધરી છે. જે અન્વયે થોડાંક મહાનુભાવોના નામ એવોર્ડ માટે નોમિનેટ પણ કરવામાં આવ્યાં છે. જેમાં શ્રી ભરત શાહ (પ્રમુખ-સુરત માનવ સેવ સંઘ), શ્રી સૌમ્ય જોષી (લેખક, દિગ્દર્શક, કવિ) અમદાવાદ, શ્રીમતી બકુલા બહેન પટેલ (આંતર રાષ્ટ્રિય તરણ સ્પર્ધા વિજેતા), શ્રી ગીરિશ સોલંકી (પંકજ કાપડીયા કોલેજ ઓફ્પર્ફોર્મિંગ આર્ટ, સુરત), વીરન દેસાઈ (પર્યાવરણવાદી), આર જે દેવાંગ  રાવલ (અભિનેતા), શ્રીમતી રૂપા મેનન (લેખિકાઃ ઉડાન ડાયરી), ડૉ. તરુણ બેંકર (Ph.D.: fiction into film) (ફિલ્મ સ્કોલર), રાજીવ વ્યાસ (ગઝલકાર), ગીતાબહેન શ્રોફ (સોશ્યલ એકટિવિસ્ટ), RJ પ્રતિક્ષા દેસાઈ (દિવ્ય ભાસ્કર રેડિયો એફ એમ સુરત) અને સંજય એમ ચોક્સી ઈતિહાસકાર, સુરતના નામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


Post a Comment

0 Comments