બાર ગાંવે બોલી જ નહીં સ્વાદ પણ બદલાય

 

ગઈકાલે એક મિત્રનો ફોન આવ્યો. આ ફૂડઈ એટલે શું..? હું ચમક્યો. આ નવો શબ્દ ક્યાંથી આવ્યો. ખુલાસો કરતા સમજાયુ કે આપણી નવી યુટ્યુબ ચેનલ Eat with Dr. Foodieના સંદર્ભમાં સવાલ પુછાયો હતો. Foddieનું ઉચ્ચારણ ફૂડઈ કરાયું હતું. આમ તો આ શબ્દ Foddie માટે હું માહિતગાર હતો, પણ સવાલે પુનર્મૂલ્યાંકન કરવા પ્રેર્યો. સવારમાં કોમ્યુટર ખોલતાની સાથે જ ગૂગલદેવના સાનિધ્યમાં પહોંચ્યો. Foddie શબ્દનો અર્થ પુછ્યો. તો જવાબ મળ્યો. a person with a particular interest in food; a gourmet. સમાધાન તો મળ્યું, પણ સાથોસાથ નવો શબ્દ સામે આવ્યો. Gourmet.



a connoisseur of good food; a person with a discerning palate. અર્થાત સારી મદિરા અને વાનીઓનો પારખુ માણસ. બીજા સમાધાન સાથે બીજો નવો શબ્દ સામે આવ્યો. Connoisseur. an expert judge in matters of taste. ટૂંકમાં ખાવાનાનો પારખી. જાણકાર. મર્મજ્ઞ. સમર્થ. ગુણગ્રાહક. સમજાયું..? આપણે જે કામ કે વાત એક જ શબ્દમાં પુરી કરીયે છે, તેના કેટલાં સમાનાર્થી શબ્દો છે..? કેટલાં ભાવવાચક શબ્દો છે..?

https://youtu.be/Ey05AxLWHEk

ભાષાની જેવી મઝા છે તેવી જ મઝા ફૂડ અને તેના સ્વાદની પણ છે. જેમ બાર ગાંવે બોલી બદલાય તેમ જ ઘેર-ઘેર સ્વાદ અને તે બનાવવાની રીત પણ બદલાય. અને એટલે જ આટલાં બધાં ફૂડ શોની વચ્ચે આપણે પણ ઝંપલાવ્યું છે. આપણે જે ફૂડ આઈટમ કે રેસીપીની વાત કરીશું તેના વિષે આ પહેલાં કોઈએ કહ્યું હશે. વિડીયો બનાવ્યો હશે. પણ ઉપર કહ્યું એમ, બાર ગાંવે બોલી જ નહીં સ્વાદ પણ બદલાય છે.

https://youtu.be/P4NeMXNeifA

બસ, આટલું યાદ રાખી આપણી ટીમમાં તમારું અને તમારાનું સ્વાગત છે. આપણે આપણી રીતે તો વાત કરીશું જ. ફૂડ અને ફૂડી બની નિતનવી વાનગીઓ ઝાપટીશું પણ. પણ એવા સંકલ્પ સાથે કે દર વખતે કંઈ જુદુ આપીશું. નવીન સ્વાદ અને ફૂડ પીરસીશું. તો આજે જ જોડાવ Eat with Dr. Foodie સાથે. આ રહી લિંક.

https://www.youtube.com/channel/UCFLrip38Dp9qjKC1raZ7F6g

અને હા, તમે પણ સાથે ખાવા માગતા હોવ તો આ રહ્યો Contact No.: 9228208619 આટલું જ નહીં તમે કોઈ ફૂડ બિઝનેસ સાથે સંકળાયા છે. કોઈ સ્પેશ્યલ ફૂડ બનાવો છો કે બહાર ખાવા જાવ છે. તો પણ અમારો સંપર્ક કરો. આપણે સાથે મળી સ્વાદની લિજ્જ્ત માણીશું. આપણી ફૂડ ચેનલ માટે વિડીયો તૈયાર કરીશું.

Dr. Foodie (m) 9228208619

Email: tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments