ખાવાના શોખિનો માટે ‘સ્ટ્રીટ ફૂડ ઓફ ગુજરાત’

 

“અન્ન તેવો ઓડકાર” કહેવતની જેમ જ દરેક “ગામ-શહેર જેવું તેવું તેનું સ્ટ્રીટફૂડ” કહેવાય અને તે જ તેની ઓળખ અને લાક્ષણિકતા પણ બને છે. જો તમે રા અર્થમાં તમારા શહેરને જાણવા માંગતા હોવ તો ત્યાંના સ્ટ્રીટફૂડને માંણવું ને જાણવું જ જોઈએ. કારણ દરેક શહેરને અને દરેક ગામને પોતાનું આગવું અને પોતીકું સ્ટ્રીટફૂડ હોય છે. મારા મતે કોઈ કે શહેર કે ગામ એવું નહીં હોય જ્યાં સ્ટ્રીટફૂડ ન મળતું હોય. અને તેનાથી પણ વધારે કોઈ કે શહેર કે ગામ એવું નહીં હોય જ્યાં સ્ટ્રીટફૂડની તેની કોઈ સ્પેશ્યાલિટી ના હોય. નાનામાં નાનું શહેર હોય કે ગામ હોય કોઈને કોઈ જ્યાં એવી એકાદ ફૂડ આઈટમ તો મળતી જ હોય જે બીજે ક્યાંય ન મળતી હોય. અથવા કોઈ એવી ફૂડ આઈટમ હોય જે બીજા કરતા વધારે ટેસ્ટી હોય.



મુંબઈના સ્ટ્રીટ ફૂડની વાત કરીએ વડાપાઉં અહીં ખૂબ જ ફેમસ છે. આ ઉપરાંત સરદારની પાઉંભાજી કે મસ્કા બન અને કેટલાંક સ્ટ્રીટફૂડ ખૂબ જ ફેમસ છે. ભારતમાં આવા અનેક શહેર છે જેનું સ્ટ્રીટ ફૂડ બહુ ફેમસ છે. જેમ કે કોલકાતાની જલમુરી ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. નવાબી ફૂડ માંણવું હોય તો ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌ સ્વાદ માટે પણ પ્રખ્યાત છે. તુંડે કા કબાબ તમને અસલી નવાબી સ્વાદ આપે છે. મધ્યપ્રદેશ ઈન્દોર પૌઆ સૌથી ફેમસ છે. તેવી જ રીતે પટનાના લિટ્ટી ચોખા, પટનામાં જલમૂઢી, ગપશપ (બિહારી પાણીપુરી) અને બિહારી મટન ફેમસ છે. હૈદરાબાદ તેની બિરિયાની માટે અને કીમા સમોસાનો ટેસ્ટ માટે વિખ્યાત છે. રાજધાની દિલ્હીમાં પરાઠેવાલી ગલી અને ચાંદની ચોકનું ફૂડ બજાર અને સ્ટ્રીટ ફૂડમાં દહિં ભલ્લે, ગોલગપ્પા અને પાપડી ચાટ આઈટમ ફેમસ છે. સાઉથ ઈન્ડિયામાં ઈડલી-ઢોસા અને ફિલ્ટર  કોફી ફેમસ છે.

For Food Updates Like facebook page

https://www.facebook.com/streetfoodofgujarat

ગુજરાતની વાત કરીયે તો અમદાવાદના દાળવડા, રાજકોટના ફાફડા, ભાવનગરના ગાંઠીયા, સુરતના રસાવાળા ખમણ, વડોદરાનું સેવ ઉસળ કે ભરૂચના ભૂંગળા-બટાકા જેવાં અનેક શહેર-ગામ કે સ્ટ્રીટફૂડનું નામ ગણાવી શકાય.

Watch video

https://youtu.be/P4NeMXNeifA

Like & Share Video II Subscribe Channel

 

બસ, આ જ વિચારને પગલે ‘સ્ટ્રીટ ફૂડ ઓફ ગુજરાત’નો વિચાર કર્યો છે. જેમાં યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ થકી ગુજરાતભરના સ્ટ્રીટ ફૂડને કેમેરે કંડારી લોકોને ચટાકા કરાવવાનો ઉપક્રમ હાથ ધર્યો છે. તો થઈ જાવ તૈયાર. કારણ દરેક શહેર કે ગામ પાસે પોતાનું સ્ટ્રીટ ફૂડ છે. જે તેની ખાસિયત અને ઓળખ બન્ને છે. આવા જ સ્ટ્રીટ ફૂડની વાત લઈને તમારા સુધી આવીશું.

તમારા શહેર કે ગામનું કોઈ ખાસ સ્ટ્રીટ ફૂડ હોય તો અમને જણાવો.

સંપર્કઃ ડૉ. તરુણ બેંકર (M) 9228208619

Post a Comment

0 Comments