ભરૂચની આધ્યાત્મીક ધરોહર ‘મેઘ મેળો’ અને મેઘરાજાની સ્થાપનાને ગુજરાત ટુરિઝમમાં સ્થાન કેમ નહીં..?

 

વારાણસી પછી ભારતનું બીજા નંબરનું પૌરાણિક નગર ભરૂચ તેના આધ્યાત્મીક વારસા માટે પણ પ્રચલિત છે. નર્મદા નદીનો ઈતિહાસ સતયુગ પૂર્વે આરંભાયો હતો અને આજેય નર્મદા  ગુજરાતની જીવાદોરી સમાન નદી છે. નર્મદા કિનારે હર કંકર મેં શંકર' જેવી ઉકિત પ્રચિ,ત છે. અહીં નવનાથનો વાસ પણ છે, જે નર્મદાના મહાત્મયને પ્રમાણે છે. નર્મદા ભારતની એકમાત્ર નદી છે જેની પરિક્રમા કરાઈ છે.

આવી જ રીતે ભરૂચની આધ્યાત્મિક ધરોહર સમાન મેઘમેળો અને વરસાદના દેવ મેઘરાજાની પ્રતીમાની અહીં સ્થાપના કરવામાં આવે છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચ ખાતે આ ઉત્સવ ઉજવાય છે. અષાઢ માસના છેલ્લાં દિવસેર્થાત અમાસની રાતથી પ્રારંભ થતો આ ઉત્સવ શ્રાવણ સુદ દસમ સુધી અર્થાત પચ્ચીસ દિવસ સુધી ઉજવવામાં આવે છે. જેનું આયોજન ભોઈ સમાજ દ્વારા કરવામાં આવે છે. મેઘરાજાની આ પ્રતીમા કોઈપણ પ્રકારના બીબી વગર હાથથી બનાવાઈ છે, છતાંય વર્ષોથી એક જ પ્રકારના મુખારવિંદ ને આકારની આ મૂર્તિ બને છે, જે ઉત્સવને વિરબનાવે છે.

Join us at : www.facebook.com/deargujarati

 


 કહેવાય છે કે એક સમયે ભોઈ સમાજ ભરૂચ બંદરે આવતાં વહાણોમાં સામાન ઉતારવા-ચઢાવવાના કા
ર્ય સાથે સંકળાયેહતો. આજથી ચારસોએક વર્ષ પહેલાં ભીષણ દુકાળ પડતાં નદીના નીર ઓસર્યા હતાં. પરિણામે વહાણ ભરૂચ બંદરે લાંગરી ન શકતા ભોઈ સમાજના લોકોએ કામથી વંચીત રહેવું પડયું હતું. લાંબો સમય આમને આમ ચાતાં વરસાદના દેવ મેઘરાજાને રાજી કરવા આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાંઉત્સવ અઢીસો વર્ષ પહેલાં શરૂ કરાયો હોવાનું પણ માને છે. જો કે અહીં ઉત્સવ કયારથી શરૂ કરાયો હતો તેના કરતાં ઉત્સનું સવિશેષ મહત્ત્વ લેખાયું છે. અને ભારતભરમાંથી લોકો આ ઉત્સવ માંણવા અને મેઘરાજાના દર્શન કરવા માટે આવે છે. શ્રાવણ વદ દસમના દિવસે જ્યારે મેઘરાજાની સવારી નીકળે છે ત્યારે અચૂક વરસાદ પડતો હોવાનું પણ નોંધાયું છે અને મેઘરાજાની પ્રતીમા સાથે નાના બાળકોને ભેટાવવાથી તેમની તંદુરસ્તી સારી રહે છે તેવી પણ માન્યતા અને શ્રદ્ધા આ ઉત્સવ સાથે સંકળાયેછે. આ ઉત્સવ અને મેઘમેળા દરમ્યાન આ ઉત્સવ દરમ્યાન છડી ઉત્સવ પણ ઉજવાય છે. ભરૂચના ખારવા માછી સમાજ, ભોઈ સમાજ તથા અન્ય સમાજ દ્વારા આ ઉત્સવ ઉજવવામાં આવે છે, અને છડી નચાવવામાં આવે છે. બે છડીનું મીલન કરાવાય છે. છડીયાત્રા કાઢવામાં આવે છે, જેનુ પણ સવિશેષ  મહત્વ લેખાયું છે.

Join us at : www.youtube.com/deargujarati


 વિશ્વમાં એક્માત્ર ભરૂચ ખાતે પચ્ચીસ દિવસ ઉજવાતો આ ઉત્સવ માત્ર ભરૂચ કે ગુજરાતનું નહીં પણ ભારતનું ઘરેણું છે. છતાંય ગુજરાતના પ્રવાસન વિભાગે તેની કોઈ નોંધ લીધી નથી તે આઘાતજનક છે. “કુછ દિન તો ગુજારો ગુજરાત મેં” હેઠળ ગુજરાતના અનેક પ્રવાસન અને ધાર્મીક સ્થળોને પ્રસ્તુત કરવામાં આવ્યાં હતાં, જો કે આવા કોઈ આયોજનમાં ભરૂચના આ ઉત્સવનો ઉલ્લેખ પણ કરાયો નથી. હજુય ક્યાં મોડું થયું છે..? સરકાર અને સ્થાનિક શાસકો હજુય જાગે તો સારું..!

નોંધઃ આ મેટર અન્ય માધ્યમોએ લેવાની છૂટ છે, માત્ર લેખક ડૉ. તરુણ બેંકર અને ડીયર ગુજરાતી ચેનલનો ઉલ્લેખ કરવાનો આગ્રહ છે. 

 

Post a Comment

0 Comments