સુરતના ફિલ્મમેકર અભિષેક ગલશરની શોર્ટફિલ્મ “લોકડાઉન ૨૦૨૦”ની કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી

 સુરતના ફિલ્મમેકર અભિષેક ગલશરની શોર્ટફિલ્મ લોકડાઉન ૨૦૨૦ની કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં પસંદગી થતાં કળાજગતમાં ખુશીની લહેર દોડી ગઈ છે. કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વનો ભરડો લીધો ત્યારે અનેક લોકો-પરિવારો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા હતાં. અનેક પરિવારો છિન્ન-ભિન્ન થયાં હતાં. આ સમયે શરૂ થયેલ ઓનલાઈન શિક્ષણ આર્થિક હાલતને વધુ કફોડી બનાવનાર બન્યું..! તે સમયે આવા પરિવારોની દશાને વાચા આપવા સુરતના ફિલ્મમેકર અભિષેક ગલશરની શોર્ટફિલ્મ “લોકડાઉન ૨૦૨૦”નું નિર્માણ કર્યું હતુ. દીકરીના ઓનલાઈન શિક્ષણ માટે જાત વેચતી માતાની વાત આ ફિલ્મમાં વણી લેવામાં આવી છે. પરિવાર જ્યારે આર્થિક ત્રાસદીનો ભોગ બને ત્યારે પરિવારને તેમાંથી બહાર કાઢવા મા પોતાનું સર્વસ્વ ઝોંકી દે તે વાત અહીં વણી લેવામાં આવી છે.

સુરતના કળાકારો નીરૂ તલવાર, પિયુ બેનવરી અને ઓમપ્રકાશ આ ફિલ્મના સાક્ષી બન્યાં ત્યારે આ ફિલ્મનુ સર્જન થયું. આ ફિલ્મને બર્લિન ફિલ્મ ફેસ્ટિવલ અને ગોલ્ડ મુવી ફેસ્ટિવલમાં બેસ્ટ શોર્ટ્ફિલ્મના પુરસ્કારો મળ્યાં છે. તાજેતરમાં આ શોર્ટફિલ્મ ઓસ્કર ક્વોલિફાઈડ કાંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઓફિશ્યલ સિલેકશનમાં પસંદગી  પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વસ્તરે સૌથી મોટા ગણાતા આ ફેસ્ટિવલમાં અંદાજિત ૪૦૦૦ ફિલ્મોમાંથી ૨૫ ફિલ્મો પસંદગી પામી છે, જેમાં સુરતના ફિલ્મમેકર અભિષેક ગલશરની શોર્ટફિલ્મ “લોકડાઉન ૨૦૨૦”નો સમાવેશ કરાયો છે. આ ૨૫ ફિલ્મો પૈકી કોઈ એક ફિલ્મ આગામી સમયમાં વિજેતા જાહેર કરાશે. આશા રાખીએ કે આપણા ફિલ્મમેકર અભિષેક ગલશરની શોર્ટફિલ્મ “લોકડાઉન ૨૦૨૦”  વિજેતા બને.

 ડીયર ગુજરાતી સાથે જોડાયેલ રહેવા અમારું ફેસબુક પેજ લાઈક કરો અને યુટ્યુબ ચેનલ સબસ્કાઈબ કરો. આ રહી લિંક. www.facebook.com/deargujarati  www.youtube.com/deargujarati


 

Post a Comment

1 Comments

  1. Very nicely make this film
    Main thing is that this film is showing prostitution for her daughter, not willingly in lockdown period
    Gulsari congratulations and wish you grand success

    ReplyDelete