લેખકો માટે સરળ-સસ્તો વિકલ્પ એટલે કિંડલની ઇ-બુક

 

પ્રત્યેક સર્જક ઈચ્છે છે કે તેની કળાકૃતિ કે રચના વાચકો કે ભાવકો સુધી પહોંચે. અને તેના માટે તે શક્યત: બધાં જ પ્રયત્નો કરે છે. પણ દરેકને તેમાં સફળતા મળતી નથી. કારણ દરેક તેના ખર્ચને પહોંચી વળવા સક્ષમ નથી. જી, હા કોઈપણ કળાકૃતિ કે રચના વાચકો કે ભાવકો સુધી પહોંચાડવી હોય તો હજારો રૂપિયાનો ખર્ચ થયી શકે છે. કારણ જ્યાં સુધી તમે sellable નથી બનતા ત્યાં સુધી કોઈપણ પ્રકાશક કે નિર્માતા તમારી કળાકૃતિ કે રચના વાચકો કે ભાવકો સુધી પહોંચાડવા તૈયાર નથી થતો. અને એ શું કામ તૈયાર થાય..? કારણ "ગાંઠના ગોપીચંદ કરીને ક્યાં સુધી..?"

ડિજિટલ ટેક્નોલોજીએ આવા તમામ રચનાકારોને અનેક દરવાજા ખોલી આપ્યા છે. આવા દરવાજા માત્ર દ્રશ્ય-શ્રાવ્ય અર્થાત Audio-Visual સર્જકો માટે જ નહિ, પણ શબ્દકારો (લેખકો, કવિ અને અન્ય) તમામ માટે પણ છે. હવે કોઈપણ કલમકાર પોતાની રચના વૈશ્વિક દર્શકો માટે પ્રકાશિત કરી શકે છે. વિશ્વની સૌથી મોટી કંપનીઓ પૈકીની એક એમેઝોન સહિતની અનેક કંપનીઓ આ કામ માટે મેદાનમાં આવી છે. કિન્ડલ ઈ-બુક તેનું સૌથી મોટું ઉદાહરણ છે.

કિન્ડલ ઇ-રીડર 2006માં એમેઝોન ડોટ કોમ દ્વારા ડિઝાઇન કરાયુ અને વેચવામાં આવ્યું છે. કિન્ડલ ટૂલ વપરાશકર્તાને ખરીદી, ડાઉનલોડિંગ, બ્રાઉઝિંગ તેમજ વાંચનની સુવિધા આપે છે. મૂળરૂપે ઇ ડિવાઇસ હવે Android-IOS આધારિત કોમ્પ્યુટર, મોબાઇલ, ટેબલેટ, કિંડલ અને એલસીડી સ્ક્રીન સાથે પણ ઉપલબ્ધ છે. આ ઉપકરણને એમેઝોન ડોટ કોમ દ્વારા વિકસાવવામાં આવ્યું છે. અહીં દોઢ કરોડ કરતાં પણ વધુ પુસ્તકો ઉપલબ્ધ છે અને રોજ સેંકડો પુસ્તકો અપલોડ થઇ રહ્યા છે.



હવે આપણે મૂળ વાત કરીયે તો દરેક સર્જકને થાય કે હું મારી રચના કે રચનાઓ પુસ્તક સ્વરૂપે કેવી રીતે ઈ-બુક તરીકે કિન્ડલ ઉપર અપલોડ કરી શકું..? સવાલ વ્યાજબી પણ છે અને અઘરો પણ. કારણ કિન્ડલ ઉપર ઈ-બુક પ્રકાશિત કરવાની સુવિધા ઉપલબ્ધ છે, પણ શું દરેક સર્જક કે લેખક આ ટેક્નોલોજી જાણે છે..? શું તેની પાસે આના માટે જરૂરી સાધનો કે સુવિધા છે..? શું તે જાતે-પોતે આ કામગીરી કરી શકે છે..? મારા મતે જવાબની બહુમતી 'ના' આવશે. તો પછી આનો ઉકેલ શું..? ઉકેલ એ છે કે તમે અત્યંત નજીવો ખર્ચ ચૂકવી આ કામગીરી કરાવી શકશો.

આ વાતને સીધી રીતે સમજીયે તો એક સામાન્ય ગણતરી અનુસાર 100 પેજનું પુસ્તક કિન્ડલ વર્ઝન માટે અપલોડ કરવું હોય તો લગભગ 3,000 રૂપિયાનો ખર્ચ કરવો પડે. તેમાં પુસ્તકનું ટાઈપિંગ, કવર ડિઝાઇન અને અપલોડિંગ ખર્ચ આવી જાય. (નોંધ: આ ખર્ચનું અનુમાન છે, જેમાં કૃતિ-કર્તાની જરૂરિયાત અનુસાર ખર્ચમાં થોડો ફેરફાર થશે.)

આમ કરીતે એટલે આપણને સવાલ થાય કે તો લેખક કે સર્જકને મળશે શું..? તો કહી દઉં કે અહીં પ્રકાશિત કરેલ પુસ્તક વિશ્વમાં પથરાયેલા કરોડો વાચકો સુધી પહોંચાડી શકાશે. જેની કિંમત 49 રૂપિયા થી 999 રૂપિયા સુધી રાખી શકાય. જેમાંથી વેચાણકર, એમેઝોનનો ખર્ચ તથા અન્ય ખર્ચ બાદ કરી લેખક રોયલ્ટી કમાઈ શકે. આ રોયલ્ટી જે તે પુસ્તકને વાંચવા પોતાની કિન્ડલ એપમાં ડાઉનલોડ કરનાર વાચકની સંખ્યાના આધારે લેખકને મળે છે.

જો આટલું જ પુસ્તક પુસ્તક તરીકે પ્રકાશિત કરાવિયે તો અંદાજિત વીસેક હજાર રૂપિયાનો ખર્ચ થાય. ત્યારપછી પુસ્તક વાચકો સુધી પહોંચાડવાનો ખર્ચ અલગ. અહીં પણ જો લેખક-સર્જક આ તમામ 500 નકલો વેચી શકે તો તેણે કયારેક ખર્ચ પાછો મેળવી શકે અને થોડો-ઘણો નફો પણ થાય. પણ વીસેક હજારનો ખર્ચ અને તેમાં તૈયાર થયેલ 500 નાકાળનું વેચાણ કેવી રીતે કરવું..? શું આ શકાય છે..? તો વળી અહીં પહોંચ પણ સીમિત થાય છે..!

કિન્ડલ વર્ઝન (ઈ-બુક)માં વૈશ્વિક આકાશ છે અને થોડોકે જ ખર્ચ. વળી અહીં પણ તમે પેપરબુક આવૃત્તિ પણ કરી શકો. જો કે તેની પ્રત્યેક નકલનો ખર્ચ (કિંમત) બહુ મોટી છે, છતાંય જો ફિઝિકલ બુક જોઈતી હોય તો અહીં પણ શક્ય તો છે જ.

આ કામમાં અમે તમને સેવા પુરી પાડીશું. નજીવા સેવા ખર્ચ સાથે. વધુ જાણકારી માટે કોલ કરી શકો છો. ડૉ. તરુણ બેંકર (M) 9228208619  

Every creator wants his or her artwork to reach readers or readers. And for that he probably makes every effort. But not everyone succeeds. Because not everyone is able to afford it. Yes, it can cost thousands of rupees to deliver any artwork to the readers or readers. Because no publisher or producer is willing to deliver your work to readers or readers unless you are sellable. And what work is ready ..? The reason is "up to what limit you spend money from your pocket..?"

Digital technology has opened many doors to all such creators. Such doors are not only for audio-visual creators, but also for all the words (writers, poets and others). Now any penman can publish his work to a global audience. Many companies, including Amazon, one of the largest companies in the world, have come forward for this work. The Kindle e-book is the biggest example of this.

The Kindle E-Rader was designed and sold by Amazon.com in 2006. The Kindle tool allows the user to purchase, download, browse as well as read. Originally with an ink electronic screen, [1] the device is now also available with an Android-based LCD screen. This device has been developed by Amazon.com. There are more than one and a half corer books available here and hundreds of books are being uploaded every day.

Now let's talk about the basics. It happens to every creator that how can I upload my creations or works in book form as an e-book on Kindle ..? The question is both reasonable and difficult. Because there is a facility to publish e-book on Kindle, but does every creator or author know this technology ..? Does it have the necessary tools or facilities for this ..? Can he do this on his own? In my opinion the majority of the answer will be ‘no’. So what is the solution to this ..? The solution is to get this operation done at a very low cost.

To put it bluntly, according to a simple calculation, uploading a 100-page book for the Kindle version costs around Rs 3,000. This includes book typing, cover design and uploading costs. (Note: This is an estimate of the cost, which will vary slightly according to the need of the creator.)

Doing so means we get the question whether the author or creator will get ..? So let's say that the book published here can reach millions of readers spread across the world. Prices range from Rs 49 to Rs 999. The author can earn royalties after deducting sales tax, Amazon expenses and other expenses. This royalty is paid to the author based on the number of readers who have downloaded the book into their Kindle app.

If the same number of books are published as a book, it will cost an estimated twenty thousand rupees. Then the cost of delivering the book to readers is different. Here, too, if the author-creator can sell all these 500 copies, he can sometimes recoup the cost and make a small profit. But the cost of Twenty thousand and how to sell the 500 copies prepared in it ..? Can this be ..? Also access here is limited ..!

The Kindle version (e-book) has a global skyline and costs little. You can also make a paper book version here. Although the cost of each copy is very high, it is possible here if a physical book is required. We will serve you in this work. With negligible service costs.

You can call for more information. Dr. Tarun banker (M) 9228208619

Post a Comment

0 Comments