AK vs એકે : રીયલ લાઈફ vs Reel Life

 અનિલ કપૂરના મુખેથી તેના જ અવાજમાં “ચુ……”, “માંદર ચો…”, બેન…..”, “ભો……” જેવી પંદર-વીસ ગાળો નેટફ્લિક્સ ૫ર રીલીઝ થયેલ ફિલ્મ કે ડિજિટલ ફિલ્મ “AK vs AK” સાંભળવા મળશે. કદાચ ભારતીય ભાષાની પહેલી એવી ફિલ્મ હશે જેમાં રીયલ લાઈફ હીરો, પોતનું જ પાત્ર રીલ લાઈફમાં ભજવતો હોય. ને તેમ છતાંય એ ફીચર ફિલ્મ બને. ડોક્યુમેન્ટરી ફિલ્મ કે ડોક્યુ ડ્રામા નહીં. OTTના જમાનામાં આવી ફિલ્મ શક્ય બની છે અને આવી બીજી ફિલ્મો પણ આવશે. વિક્રમાદિત્ય મોટવાનીના નિર્દેશનમાં બનેલ આ ફિલ્મ અનિલ કપૂરના ચાહકોને જરૂર ગમશે. પણ..? પણ નવા દ્રષ્ટિકોણવાળી કે નવીન રીતે સર્જાયેલ ફિલ્મ જોવાની આશા રાખનારાઓને પણ ગમશે.

અહીં એકે એટલે અભિનેતા અનિલ કપૂર વિરૂદ્ધ લેખક-દિગ્દર્શક-અભિનેતા અનુરાગ કશ્યપની વાત છે. કથામાં કેટલાંક રીયલ લાઇફ પ્રસંગોને પણ રીલમાં વણી લેવાયા છે. જેવાં કે વર્ષો પહેલાં અનુરાગે અનિલને ફિલ્મની ઓફર કરી હોય ને વ્યસ્તતા કે અન્ય કારનોસર અનિલે આ ઓફર ફગાવી હોય. ૨૪મી ડિસેમ્બર (અનિલ કપૂરના બર્થડે) એ શરૂ થતી આ વાર્તા માત્ર ૧૪ કલાકના સમયગાળામાં પૂર્ણ થાય છે. શરૂઆત થોડી અટપટી લાગે છે. કદાચ વિવાદાસ્પદ બનાવવાનો પ્રયાસ..! અંત પહેલાનો અડધો કલાક કંટાળાજનક. કારણ અહીં રોમાંચક્તા ને કથાપ્રવાહ શિથિલ બને છે. જો કે ખાસ્સો લાંબો અંત એક મોટા ચકરાવો લઈ થ્રિલ ને રહસ્ય બન્ને જન્માવે છે.

વિકિપીડિયા પર ઉપલબ્ધ ફિલ્મની માહિતી અને ખાસ કરીને ફિલ્મના પ્લોટની વાત કરીયે તો, The film starts through the camera lens of an aspiring filmmaker, Yogita, who is following and filming Anurag Kashyap for her planned documentary. Kashyap and Anil Kapoor are interviewed by Sucharita Tyagi for a MAMI event. After an audience member asks if the director or the actor is more important, they start arguing about the question and insulting each other's careers, eventually culminating in Kashyap throwing a glass of water in Kapoor's face. This becomes a major scandal for Kashyap and causes other film personalities to cut ties with him and back out of his projects. As he sits in his bedroom enraged, Yogita says that she has an idea.

Like us at

www.facebook.com/deargujarati

ટૂંક્માં મહત્વાકાંક્ષી ફિલ્મ સર્જક યોગિતાના કેમેરા લેન્સથી શરૂ થાય છે, જે અનુરાગ કશ્યપની ડોક્યુમેંટરી માટે ફિલ્માંકન કરી રહી છે.  એક ઇવેન્ટ માટે સુચારીતા ત્યાગી કશ્યપ અને અનિલ કપૂરનો ઇન્ટરવ્યુ લઈ રહી છે. પ્રેક્ષક પૂછે કે ડિરેક્ટર કે અભિનેતા, કોણ વધારે મહત્વપૂર્ણ છે..? પ્રશ્ન વિશે દલીલ થાય અને એકબીજાની કારકીર્દિનું અપમાન પણ..! આખરે કશ્યપ કપૂરના ચહેરા પર પાણીનો ગ્લાસ ફેંકે. બીજી ફિલ્મ હસ્તીઓ તેની સાથે અને તેના પ્રોજેક્ટ્સમાંથી બહાર નીકળી જાય. ગુસ્સે ભરાયેલ કશ્યપ બેડરૂમમાં બેઠો છે (કમરની ઉપરનો ભાગ ઉઘાડો છે અને યોગિતા બિસ્તર ઉપર ઢળીને બેઠી છે. અહીં પણ અપ્રત્યક્ષ રીતે જાતીય સંબંધ કે કાસ્ટિંગ કાઉચનો ઉલ્લેખ દેખાય છે) યોગિતા કહે, તેની પાસે એક આઈડિયા છે.

વિક્રમાદિત્ય મોટવાનીએ ફિલ્મ નિર્દેશક તરીકે ૨૦૧૦માં બનાવેલ પહેલી ફિલ્મ ‘ઉડાન’ અને ૨૦૨૦ની ફિલ્મ ‘એકે vs એકે’ વચ્ચે ઓ હેન્રીની વાર્તા ‘લાસ્ટ લીફ’ ઉપરથી ‘લૂટેરે’ ‘ટ્રેપડ’ અને ‘ભાવેશ જોષી..’ ફિલ્મ બનાવી છે. આ ઉપરાંત નિર્માતા તરીકે વીસેક ફિલ્મો બનાવી છે.  ‘એકે vs એકે’ની નિર્માતા છે દીપા ડે મોટવાની. આ ફિલ્મનો વિચાર અવિનાશ સંપતને ૨૦૧૩માં આવ્યો હતો અને તેણે મોટવાનીને આ વિચાર કહ્યા પછી તેનો કથાક્રમ અને સર્જન પ્રક્રિયા શરૂ કરાઈ હતી. શરૂઆતમાં આ ફિલ્મનું નામ એકે vs એસકે હતું. જેમાં શાહિદ કપૂર મુખ્ય ભૂમિકા ભજવવાનો હતો. શાહિદ પાસે સમય ન હોય ૨૦૧૬માં ખોરંભાયેલ આ પ્રોજેકટ ૨૦૧૯માં અનિલ કપૂર સાથે શરૂ કરાયો અને ટાઈટલ રખાયું ‘એકે vs એકે’. આ ફિલ્મમાં ભૂમિકા ભજવવા સાથે અનુરાગ કશ્યપે સંવાદ પણ લખ્યા છે, જ્યારે અવિનાશ અને વિક્રમે પટકથા લખી છે. અનુરાગની કંપની આંદોલન ફિલ્મસએ તે રીલીઝ કરી છે.

Like us at

www.youtube.com/deargujarati


 ફિલ્મમેકર અને અભિનેતા વચ્ચેના અહમને કેંદ્રમાં રાખી બનાવાયેલ આ ફિલ્મમાં બન્ને કળાકારોના ફેમિલિ મેમ્બરને પણ વણી લેવાયા છે. જેમાં અનિલ કપૂરની દીકરી સોનમ, દીકરો હર્ષવર્ધન, ભાઈ બોની કપૂર અને અનિલ કપૂરનો સ્ટાફ પણ. આ ઉપરાંત અનુરાગના મા-બાપ પણ સ્ક્રિન પર રીયલ લાઈફ કેરેકટર તરીકે રજૂ થયા છે.

અનુરાગ કશ્યપ હોય કે તેની ફિલ્મ હોય કે તેના સંવાદ હોય અને ગાળ ન આવે તો આશ્ચર્ય સર્જાય..! અહીં અનિલ કપૂર તેની ચાલિસેક વર્ષ લાંબી કારકિર્દિમાં પહેલીવાર બિંદાશ ગાળો બોલતો નજરે પડે છે અને તે પણ પાત્ર સ્વરૂપે નહીં, રીયલ અનિલ કપૂર સ્વરૂપે. આ ઉપરાંત આ ફિલ્મ સિંગલ શોટ ફિલ્મ હોય તેવી રીતે ફિલ્માંકિત કરવાનો સુંદર પ્રયાસ કરાયો છે. સ્વપ્નિલ સોનવાણેની સિનેમેટોગ્રાફી મુખ્યધારાની ફિલ્મોથી સાવ અલગ અને પ્રભાવશાળી છે. રીલ લાઈફના સ્થાને રીયલ લાઇફને પડદે રજૂ કરવામાં સફળ રહે છે. મેનેજ કરેલ શોટના સ્થાને ગોરિલા વર્ક કે કેનડિડ શૂટિંગ વધુ અસરકારક લાગે છે. કહેવાય છે કે આ ફિલ્મમાં ૧૫થી ૨૦ મિનિટના સળંગ શોટ લેવાયા છે. જો કે મલ્ટિ કેમેરા સેટઅપને કારણે સળંગ શોટનો પ્રભાવ જોઈયે તેટલો અસરકારક રીતે નથી વર્તાતો.

બીબાઢાળ ફિલ્મોના દૌરમાં આવી પ્રયોગત્મક ફિલ્મને આર્ટફિલ્મ ન બનવા દઈ મેઈન સ્ટ્રીમ ફિલ્મની સમાંતરે જઈ મનોરંજક ફિલ્મ બનાવવાનો પ્રયાસ મહદઅંશે સફળ થયો છે. અનિલ કપૂર અને અનુરાગ કશ્યપનો અભિનય સહજ ભાસે છે. વ્યક્તિગત વ્યથા સમયે અનિલ કપૂરે અભિનેતા બની ‘માય નેમ ઈઝ લખન’ ગીત પર ડાંસ કરવો પડે ત્યારે..? કે પછી દીકરી સોનમના જીવનની ભીખ માંગતો બાપ અનિલ કપૂર..? કે કારની ટક્કરે ફંગોળાયા પછી ધૂળ અને લોહીમાં લથપથ અનિલ..? અનિલ કપૂર છવાઇ જાય છે.

અને અંતેઃ ઢળતી ઉંમર અને કારકિર્દીએ અનિલ કપૂરનો અભિનેતા તરીકેનો આ પ્રયાસ તેની જૂની છબીને તોડે છે. સાલસતા, સૌમ્યતા અને સવિનયતાને પણ. ભારતીય ભાષામાં આવી વિષયવસ્તુ સાથે બનેલ આ પહેલી ફિલ્મ છે, તેવી મારી જાણકારીમાં છે. વાચકો પાસે કોઈ સવિશેષ જાણકારી કે આવી બીજી કોઈ ફિલ્મ વિષેની માહિતિ હોય તો જણાવશો.

Post a Comment

0 Comments