સવાલ ‘કપૂરીઝમ’ કે ‘ભાઇઝમ’ નો નથી, જાહેરજીવનના બધા ક્ષેત્રો ‘વાદ’થી ગ્રસ્ત છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મ્હ્ત્યા પછી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીઝમાં અને નેપોટિઝમ મોટા પાયે પર ચાલતું હોવાની વાતે વધારે જોર પકડ્યું છે. કેટલાક અભિનેતા કે અભિનેત્રીએ બહાર આવી ખુલ્લેઆમ તેની વિરુદ્ધ પોતાની વાત રજૂ કરી છે. ઓસ્કર એવોર્ડ વિનર સંગીતકાર એ.આર રહેમાને તાજેતરમાં જણાવ્યું કે બોલિવુડમાં એક ગેંગ મારા વિશે ખોટી અફવા ફેલાવે છે. એક સવલના જવાબમાં રહેમાને કહ્યું શા માટે તેઓ તમિલ સિનેમા ની સરખામણીમાં બહુ થોડી હિન્દી ફિલ્મ કરી રહ્યા છે. જવાબમાં એ.આર રહેમાને જણાવ્યું હતું કે હું સારી મૂવીઝને ના પાડતો નથી, પરંતુ હું માનું છું કે એક ગેંગ એવી છે કે જે ગેરસમજને કારણે કેટલીક ખોટી અફવા ફેલાવી રહી છે. ઉદાહરણ આપતાં તેમણે જણાવ્યું જ્યારે મુકેશ છાબરા મારી પાસે આવ્યા હતા, ત્યારે મેં તેમને બે દિવસમાં ચાર સોંગ્સ આપ્યા હતા. તેમણે મને કહ્યું હતું સર ઘણા બધા લોકોએ કહ્યું હતું કે તેમની પાસે ના જતો. અને તેમણે એક પછી એક એમ અનેક stories કહી સંભળાવી હતી. હું સમજુ છું કે શા માટે હું હિન્દી ફિલ્મમાં ઓછું કામ કરી રહ્યો છું અને શા માટે સારી મુવીઝ મારી પાસે આવતી નથી.  હુ ડાર્ક મુવીઝ કરું છું,કેમકે એક આખી ગેંગ મારી વિરુદ્ધ કામ કરી રહી છે. ત્યારે સવાલ એ ઊઠે છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના સંગીતને અને તેના માધ્યમથી ભારતીય સંગીતનો ઝંડો બુલંદ કરનાર એ.આર રહેમાને આવી વાત કેમ કહેવી પડી.

 કારણ અહીં માત્ર સવાલ સવાલ ‘કપૂરીઝમ’ કે ‘ખાનીઝમ’નો નથી પરંતુ આ ઇન્ડસ્ટ્રી જ્ઞાતિઝમ, ગ્રુપીઝમ અને એવા ઘણા ઇઝમ પાછળ ઢંકાઈ ગઈ છે. જો તમે અમુક-તમુક લોકોના તાબમા રહીને કામ ના કરો તો તમને સાઇડ ટ્રેક કરવાનો, તમારા હાથમાં જે કામ છે તે છીનવી લેવાનો પૂરેપૂરો પ્રયાસ કરાશે. અથવા તો કરાઈ રહ્યો હશે. સુશાંતસિંહ રાજપૂતના આત્મહત્યાના બનાવો પછી આ સવાલ વધારે ઘેરો બન્યો છેપ. આપણે સૌ જાણીએ છીએ કે વિવેક ઓબરોય, સોનુ નિગમ અને અરિજિત સિંગ જેવા અનેક કલાકારો નેપોટિઝમ કે groupism કે ભાઇઝમનો ભોગ બન્યા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. એક ટેલિવિઝન કાર્યક્રમમાં બોલતા ગીતકાર અને લેખક મનોજ મુંતઝિરે પોતાની વાત આ શબ્દોમાં રજુ કરી છે...
સુનો બઢકે શહેર ઔર બઢકે નામ વાલો
અપને બઢકપન કા ઝુનઝુના સંભાલકર રખો
હમરે તેવર સે ટકરા ગયા, તો ચૂરચૂર હો જાયેગા

છોડો યાર...
આ આખી કવિતા એમની અવાજમા જ સાંભળો. આ રહી લિંક.

આપને પણ કચ્છ ભુજ ના સમાચાર આપો અમારે તેવર ટકરાયા હોજાયેગા આપને બાબુ તેમને કોટેશન કભીના છો હમકો પતા હૈ તો તમારે ખરીદે હોય જો હમકો મીલા નહી પથ્થર કહા ગયે હમ તમને મદદ કર રહી હૈ હમકો કલાકાર નહિ માંગે માંગે માંગે નહી મને ચાલુ છે તમારે હવાઈ જહાજ દેખાઈએ તમારે હાથને પાવર હે મારે હાથ નથી હોતી હૈ તુમ યાર કમાલ તેરા હો હમકો dharmendra રાતે કર રહે છે
મારા મત અનુસાર આ પ્રકારની જૂથબંધી કે સગાવાદ લગભગ બધા જ નાના-મોટા શહેરોમાં અને ખાસ કરીને બધા જ ક્ષેત્રમાં ચાલી રહ્યો છે. પરંતુ જાહેરજીવન અર્થાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી, મીડિયા જગત અને રાજકારણમાં આનો પ્રભાવ વધુ હોવાનું અથવા તો આ ક્ષેત્રો જાહેરજીવનના હોય તેના વિશે લોકો સુધી આ વાત પહોંચવાનું વધારે પ્રમાણમાં બની રહ્યું હોવાનું લાગી રહ્યું છે. કારણ જાહેર જીવનના આ ક્ષેત્રોમાં પદાર્પણ કરવાની ઈચ્છા ધરાવતા લોકોની સંખ્યા બહુ મોટી છે. અને આ ક્ષેત્ર ચમક-દમક અને ગ્લેમરથી ભરપુર હોય સામાન્ય લોકો આ તરફ ઠાકોર આકર્ષાય તે સ્વાભાવિક છે. પરંતુ કોઈને એ હદ સુધી નિગ્લેક્ટકરવો કે તેને ચારે તરફથી ઘેરી લઈ તેનો બહિષ્કાર કરવો કે કરાવવો કેટલા આવશે વ્યાજબી છે..?
 મારા મતે જાહેર જીવન સાથે સંકળાયેલા લગભગ તમામ કલાકાર અને ખાસ કરીને એવા કલાકાર કે જે કોઈ મોટા પરિવારમાંથી નથી આવતા. કે કોઈ એક સવર્ણ જ્ઞાતિ સાથે સંકળાયા નથી, તેમણે આ પ્રકારની સ્થિતિનો સામનો વધારે પ્રમાણમાં કરવો પડે છે. કારણ આ ક્ષેત્રો ઉપર કોઈ ચોક્કસ જ્ઞાતિનું વર્ચસ્વ વર્ષોથી રહેલું છે અને જ્ઞાતિવાદના જોરે આ લોકો અન્ય સમાજના લોકોનું પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, વ્યવસાયિક રીતે કે વ્યક્તિગત રીતે કે પછી જ્ઞાતિના આધારે શોષણ કરતા હોય તેવું બનતું જ રહ્યું છે, અને આગામી સમયમાં પણ બનતું રહેશે. પરંતુ તમારા ટેલેંટ છે કે તમારી અંદર ટકી રહેવાનું ઝનુન હશે, તમે જે ક્ષેત્ર સાથે સંકળાયો છો તેમાં ઝઝૂમવાની તાકાત કેળવી લેશો અને “કર્મ કિયે જા ફલ કી ચિંતા મત કર” સિદ્ધાંતને અનુસરીને કામ કરતા રહેશો રહેશો તો એક સમય એવો આવશે કે જેમણે તમને સગાવાદ, જૂથવાદ કે જ્ઞાતિવાદ તળે તમારો વિરોધ કર્યો હશે કે તમને કામ ન મળે તેવા પ્રયાસો કર્યા હશે કે તમે જે કામ કરી રહ્યા છો તે જેમાં કેમ કેમ તમે નિષ્ફળ જાવ તેવા સંપૂર્ણ પ્રયાસો કર્યા હશે તેવા લોકો પણ આગળ વધીને તમારી પાસે કામ માંગવા આવશે અથવા તો નાછૂટકે પણ જાહેરમાં તમારી કે તમારા કામની પ્રસંશા કરવા મજબૂર બનશે. જરૂરી છે કે નાસીપાસ થયા વગર “એકલો જાને રે” ઉક્તિ અનુસાર તમારી અંદર છુપાયેલ ટેલેન્ટને બહાર લાવવા સાચા મને શુદ્ધ અંતઃકરણ સાથે પ્રયાસ કરતા રહો. ક્યારેય નાસીપાસ થઈને કોઈ ખોટું પગલું ભરવાનું વિચાર કરવો નહીં અને જ્યારે જ્યારે આવો વિચાર આવે ક્યારે ત્યારે તમારી અંદર રહેલા કે છુપાયેલા ટેલેન્ટની શક્તિ એકત્રિત કરી બહાર લાવો તમને સફળતા જરૂર મળશે.

Post a Comment

0 Comments