‘અનદેખી-૩’ પાપાજી અને રિંકૂના નરાધમપણા સામે ‘આંખ આડા કાન’

     વેબ સિરીઝ જોવાના શોખીન છો તો સોની લિવઅનદેખી-આવી ગઈ છે. પારિવારિક રાજકારણ, સસ્પેન્સ અને થ્રિલથી ભરેલી વાર્તા. ઘર, ધંધો, ખટરાગ અને પારિવારિક રાજકારણમાં ઘરનાં જ લોકો કેવી રીતે ઘરનાં જ લોકો વિરુદ્ધ થઈ જાય. હિમાચલના મનાલીમાં સ્થિત અટવાલ પરિવારે તેમના ઘરના ઈતિહાસનો સામનો કરવો પડે.  પારિવારિક રાજકારણ દફનાવેલાં મૃતદેહોને પણ બહાર લાવે. અંદરો અંદરની નફરત કેવી રીતે એકબીજા સામે આવીને ભીહે.  લોહીયાળ, અપશ્બ્દો અને રોમાંચથી ખદબદ થતી આ સિરિઝ અનેક હત્યાની સાક્ષી બને છે.

આ વેબસિરીઝની સીઝન-૧માં સુરિંદર અટવાલ ઉર્ફ પાપાજી (હર્ષ છાયા)ના પુત્ર દમન (અંકુર રાઠી)ના લગ્ન તેજી (આંચલ સિંહ) સાથેની રાત્રે ચાલી રહેલ ઉજવણી થાય. સ્ટેજ પર બે ડાન્સર ડાન્સ કરી રહી છે. નશામાં ધૂત પાપાજી એક ડાન્સરના માથામાં ગોળી મારી દે..! જેના વિઝ્યુઅલ કેમેરામાં કેદ થઈ ગયા છે. પાપાજીને ડાન્સરને માર્યાનો અફસોસ નથી. પાપાજીનો જમણો હાથ અને ભત્રીજો રિંકુ (સુર્યા શર્મા) આ હત્યાની અનદેખી કરવા અને કરાવવામાં લાગી જાય. ધાક-ધમકી, ગુંડાગર્દી અને મની-મસલ પાવરનો બેફામ ઉપયોગ. જે આડો આવે તેની હત્યા. પરિજનો પણ આ કુકૃત્યની અનદેખી કરે..! આ દુષ્કૃત્યનો તાપ સીઝન-૨માં આગળ વધે ને રોમાંચના શીખરે પહોંચી અટકે.



૧૦મી જુલાઈ, ૨૦૨૦ના રોજ પ્રીમિયર થયેલ આ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝનું નિર્માણ અપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ અને એજસ્ટોર્મ વેન્ચર્સએ કર્યું છે. સિરીઝમાં સમાજના બે પાસાઓ, સત્તાના નશામાં ધૂત પ્રભાવશાળી લોકો અને વર્ષો સુધી યાતનાઓ વેઠતા દલિતની વાત. પ્રભાવશાળી લોકો વિચારે છે કે તેઓ કંઈપણ કરી શકે છે. તેઓ કાયદાથી પર છે. તેમનો છૂટકારો થઈ જશે..! પણ આજેય એવાં અધિકારી છે, જે પીડીતોને ન્યાય અપાવી શકે છે. બંગાળથી આવેલ એસપી ઘોષ (દિવ્યેન્દુ ભટ્ટાચાર્ય) તપાસ શરૂ કરે. હળવા સ્વભાવના, સ્માર્ટ, નમ્ર પોલીસ અધિકારી ઘોષ તેમના પ્રતિસ્પર્ધી કરતા વધારે સક્ષમ છે. જીતવા માટે સમર્થ છે. કારણ કે તે થાક્યા વિના એટલી અડચણો વેઠી શકે છે.

સીઝન ૩ પણ એ જ રોમાંચ જાળવી રાખે છે, જેના માટે અનદેખી વેબ સિરીઝ ખ્યાત થઈ હતી. વાર્તામાં અનેક ટર્ન અને ટ્વિસ્ટ ચાલતા જ રહે છે. નવા પાત્રોનું ઉમેરણ પણ થયું છે. સીઝન ૩માં એવા અનેક ઘટનાક્રમ રચાય છે, જ્યાં ઘોષ હારી જાય છે. પણ શેતાનોની કપટી વ્યૂહરચના ઘોષને હરાવૂ સકતિ નથી. ઘોષ સાથી અધિકારીને કહેઃ બોક્સિંગ ફિલ્મ રોકીનો એક સંવાદ છે. It's not over, until its over. બધું પૂરું થયું નથી. હજુ વધુ મુક્કા મારવાની-ખાવાની તાકાત છે.

હિમાચલના મનાલીમાં આકાર લેતી આ સિરીઝના પાપાજી અધમ, જાનવર, ડ્રગ વ્યસની, અસ્થિર મનવાળા દુર્લભ ખલનાયકની છબી ઉભારવામાં સફળ રહ્યા છે. સીઝન ૩માં તે વધુ નરાધમ ભાસે છે. ગુજરાતી કળાકાર હર્ષ છાયાએ આ પાત્રને સક્ષમપણે નિભાવ્યુ છે. એક દ્રશ્યમાં તે સ્કોચનો આગ્રહ રાખે છે. જો તેને ન અપાતા તે ઘરની મહિલાઓની સામે નગ્ન થઈ જાય..! રિંકૂ અટવાલ પણ મહાદાનવ ભાસે છે. રિંકૂના સંવાદો પણ તેના જેવા ક્રુર છે. “હમારે ધંધે મેં સસ્તી સિર્ફ એક ચીજ હોતી હૈ, વો હૈ બંદે કી જાન.” રિંકુ અને તેજી વચ્ચેનું શીતયુદ્ધ અને એકબીજાને અપાતી ખુલ્લી ધમકીઓ ઝાઝો પ્રભાવ ઉભી કરી સકતિ નથી. હા, તનાવ અને મુઝવણ જરૂર સર્જે છે.

કાકાએ પાછી હું બબાલ કરી..?
https://youtube.com/shorts/3_q-qNwGGOo?

તેજી અને દમન, અર્થાત આંચલ સિંહ અને અંકુર રાઠી સિરીઝ માટે ભારરૂપ હોય તેમ લાગે છે. કદાચ પારિવારિક ઝઘડાની સ્ટોરીલાઈન નિભાવવા પૂરતા..! વિદેશી રંગે રંગાયેલો દમનનું પાત્ર ઉપરછલ્લુ ભાસે છે. પાપાજીનો હોટલ બિઝનેસ વેચી વિદેશમાં સેટલ થવા ફાંફા મારે છે. દાઢીધારી દમનને હવે ખુશ કે ખુશહાલ બનાવવો અઘરો છે. પિતાના ડ્રગ્સ બિઝનેસમાં કોઈ રસ નથી. અને પત્ની પ્રત્યે પણ ખાસ લગાવ નથી. કારણ તેજી સાથેના તેના લગ્ન પણ તો એક ધંધાદારી ડીલ જ હતાં..! પહેલાં ભાગમાં મારકણી, મુંહફટ અને ગાળો બઓલતી, પૈસા માટે શોદાબાજી અને પોતાનો પણ શોદો કરતી સલોની (અયન ઝોયા) આ ભાગમાં શોપીસ સમાન ભાસે છે. ફિક્કી લાગે છે. આમ તો આ સિરીઝમાં પાત્રોની ભરમાર છે, પણ મોટા ભાગના પાત્રો એકાદ બે લસરકા પછી ગાયબ થઇ જાય છે. આ સિરીઝમાં વરૂણ વડોલા પ્રસ્તુત થયા છે. કદાચ સિરીઝ૪માં મુખ્ય ભૂમિકામાં દેખાશે.

આશિષ શુક્લાના નિર્દેશનમાં બનેલ સિરીઝની ત્રણેય સિરિઝના કુલ ૨૮ એપિસોડનું ફિલ્માંકન મરઝી પગડીવાલાએ કર્યુ છે. મનાલી અને હિમાચલની ખીણો અને પર્વતોનું સુંદર ચિત્રાંકન કરાયું છે. સૌરભ પ્રભુદેસાઈ, રાજેશ પાંડે  સુધિર આચાર્યનું એડિટિંગ પરંપરાગત ભાસે છે. ક્યાંક પ્રયોગશીલતાને સ્થાન અપાયું છે. પણ ઓવરઓલ આંચકામુક્ત લાગે છે. હા, લંબાઈ ક્યાંક કંટાળો જન્માવે છે. નિર્દેશક તરીકે આશિષ શુક્લા વેબસિરીઝના પ્રભાવને ઉભો કરી શક્યા છે. પોલીસકર્મીની હત્યા પછીના દ્રશ્યમાં પાપાજી જેલમાંથી છૂટેલા પાપાજી માટે અટવાલના ઘર સામે  ઢોલ-નગાડા સાથેનો જશ્ન દેખાય..!

૨૦૨૦ અને ૨૦૨૨માં આવેલ પહેલી બે સિઝન પછીની આ ત્રીજી સિઝન પણ ધાકડ જરૂર છે, પણ પહેલાં જેટલો ચાર્મ રહ્યો ન હોવાનો આભાસ જન્માવે છે. આગાલી સિઝનની કડીઓ જોડવાની મથામણ દેખાય છે. ડાન્સરની નિર્મમ હત્યામાંથી તો તે બચી જાય છે, પણ કર્મના સિદ્ધાંત અનુસાર તેનું બીજૂં પાપ સામે આવે છે. રહસ્યો ખૂલે છે. વમળો પણ સર્જાય છે. અને અંતે શું..? ચોથો ભાગમાં.?

  સિરીઝમાં ઉપયોગ કરાયેલ પંજાબી અને હિન્દીનું મિશ્રણ સમજવુ અને સાંભળવુ થોડું મુશ્કેલ લાગે છે. અનેજ જગ્યાએ એવું પણ લાગે છે કે કેટલાંક પાત્રોને ખૂબ છી સ્ક્રિનસ્પેસ મળી છે. લગભગ ૧૪૦ જેટલાં પાત્રો હોવાં છતાંય વાર્તા પપ્પાજી, રિંકૂ અને તેજી અને તેમના રહસ્યમય ભૂતકાળની આસપાસ જ ફર્યા કરે છે. આ સિરીઝના પહેલાં બે ભાગ જોયા હોય તો જ આ ભાગ જોઈ શકશો. અને હા, સસ્પેન્સ અને ઉત્તેજના જાળવશો તો અંત સુધી રસ જળવાશે.     tarunkbanker@gmail.com

Post a Comment

0 Comments