કાન્સમાં એવોર્ડ જીતનાર પાયલ કાપડિયા ધાકધમકી અને હુલ્લડ જેવાં ગુનાઓની આરોપી છે..!

        સોશિયલ મીડિયા પોસ્ટમાં, ઓસ્કાર એવોર્ડ વિજેતા સાઉન્ડ ડિઝાઇનર રેસુલ પુકુટ્ટીએ ભારપૂર્વક જણાવ્યુ છે કે, "મુખ્ય પ્રવાહની ભારતીય ફિલ્મ ઉદ્યોગને આ ગૌરવ સાથે કોઈ લેવાદેવા નથી" પાયલ કાપડિયાની ઓલ વી ઇમેજિન એઝ લાઈટ આ વર્ષે કાન્સમાં ગ્રાન્ડ પ્રિકસ જીતી છે. તેમણે એ પણ નોંધ્યું હતું કે ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) ના વિદ્યાર્થીઓના જ્યાં પાયલ કાપડિયાએ અભ્યાસ કર્યો હતો, તેને તો  સરકાર "સંસ્થા વિરોધી" તરીકે જૂએ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII) દ્વારા પાયલ કાપડિયા સહિત ૩૫ લોકો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો. તેણીએ અભિનેતામાંથી રાજકારણી બનેલા ગજેન્દ્ર ચૌહાણની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ તરીકેની નિમણૂક સામે વિદ્યાર્થી વિરોધનું નેતૃત્વ કર્યું હતું.



પુકુટ્ટીએ કહ્યું, એક ક્ષણ માટે થોભો અને વિચારો કે, શું ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીને આ જીત સાથે કોઈ લેવાદેવા છે..? કોઈ નહીં..! ભારત સરકાર દ્વારા દર વર્ષે પ્રતિનિધિમંડળ તરીકે કોને કાન્સમાં લઈ જવામાં આવે છે..? બોલિવુડના પ્રસિદ્ધ અને પરિચિત ચહેરાઓને. શું પાયલની જીતન એટલે મહત્વની છે, કે તેણી FTIIમાંથી છે, તેણી એવા વિદ્યાર્થીઓના જૂથમાંથી છે જે નિયમિતપણે  અહીં ભારતના વિવિધ ખૂણાઓમાંથી આવે છે અને જીવનભર સંઘર્ષરત રહેવા તત્પર છે. જ્યારે તમે IIM, IIT અથવા AIMSમાં અભ્યાસ કરો છો, ત્યારે તમે MNCs, એન્જિનિયર્સ અને ડૉક્ટર્સના મેનેજર બનો છો. પરંતુ જ્યારે તમે FTII અથવા SRFTIIમાં અભ્યાસ કરવા માટે સાઇન અપ કરો છો ત્યારે તમે સ્ટ્રગલર બનો છો. એક સંઘર્ષશીલ દિગ્દર્શક, લેખક, કેમેરાપર્સન, સંપાદક અથવા સાઉન્ડ મેન. પૃથ્વી પર કોઈ પણ માતા-પિતા કેવી રીતે ઇચ્છે છે કે તેમના બાળકો સંઘર્ષર બને અને તેમે તેને એવી કોઈ સંસ્થા સાથે જોડાવા દો. કદાચ એ તેમની માન્યતાને કારણે છે કે મારું બાળક વિશેષ છે, મારું બાળક મોટું થશે અને તેમની આસપાસની દુનિયાને અલગ રીતે દર્શાવશે, આંખ અને દ્રષ્ટિકોણ દ્વારા જે પ્રેરણાદાયી અથવા પરિવર્તનશીલ હોઈ શકે છે. કોઈના માટે આ વિચાર નિયમિત અથવા અનિયમિત હોઈ શકે, પરંતુ તે સત્ય છે.

દરેક સરકાર એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓને "સંસ્થા વિરોધી" તરીકે જોતી હતી અને પ્રશ્નો ઉઠાવવામાં આવતા કે સરકારે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટને શા માટે ફંડ આપવું જોઈએ..? પુકુટ્ટીએ કહ્યું, વૃક્ષોના લાંબા લટકતા મૂળ અને કાળા રસ્તાઓ જે મુખ્ય માર્ગથી મુખ્ય થિયેટર સુધી સાપની જેમ લપેટાયેલા છે. જ્યાં ભારતીય સિનેમાનો ઈતિહાસ સૂઈ રહ્યો છે અને ઘણી પેઢીઓએ તેમાંથી પ્રેરણા લીધી છે. ત્યાં ભણેલા દરેક વિદ્યાર્થીએ એવા દૃષ્ટિકોણને પોષ્યો છે જેને દરેક સરકારો સંસ્થા વિરોધી તરીકે જોતી હતી. રાજ્ય શા માટે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટને ફંડ આપશે તેની ઘણી ચર્ચાઓ થઈ છે.

to see video click kink
https://youtu.be/4z8bD6bBU8c?si=OLpBA6krP1ocOdLs

હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ એકમાત્ર જાહેર સંસ્થા છે અને કેટલીક હદે #NSD જ્યાંના ૯૮% વિદ્યાર્થીઓ પાસ થયા પછી અહીં ભારતમાં જ રહે છે અને કામ કરે છે જ્યારે બાકીની તમામ સંસ્થા જે મેં ઉલ્લેખ કર્યો છે તે સારી આવાક માટે દૂર વિદેશમાં જાય છે. તેમણે આવી સંસ્થાઓને સરકાર દ્વારા શા માટે ભંડોળ પૂરું પાડવું જોઈએ તે યોગ્ય ઠેરવતા ઉમેર્યું કે #FTII અને SRFTII અને અન્ય બે કે ત્રણ પ્રાદેશિક ફિલ્મ સંસ્થાઓ સિવાય કઈ સંસ્થાઓ ભારતીયોના દિમાગને તેજસ્વી બનાવી રહ્યા છીએ.

પુકુટ્ટીએ વિનંતી કરી હતી કે કોઈપણ વ્યક્તિ કે કોઈપણ વ્યવસ્થા તંત્રને જેમના હાથમાં સુકાન છે, તેમને એ વાતાવરણ નષ્ટ ન કરવું જોઇયે જેને ઉછેરવામાં પેઢીઓ લાગી છે. જ્યારે તમે #Payakapadia અને તેની ટીમની કાન્સમાં જીતની ઉજવણી કરો છો, ત્યારે તેને વિચારવાની ક્ષણ આપો, મુખ્ય પ્રવાહના ભારતીય ફિલ્મ ઉદ્યોગને આ ગૌરવ સાથે કોઈ લેવાદેવા નથી, તેઓ અમને ફક્ત આઉટકાસ્ટ તરીકે જોતા હતા. તેઓ જીત્યા તેનું એકમાત્ર કારણ એ પણ નથી કે અમારી પાસે પ્રેરણાદાયી શિક્ષકો હતા, કેટલાક હતા પરંતુ બધા જ નહીં. આ રાષ્ટ્રીય ગૌરવનું એકમાત્ર કારણ એ છે કે અમે એફટીઆઈઆઈમાં જોયેલી તમામ પ્રેરણાદાયી ફિલ્મો અને તે સ્થળનું વાતાવરણ, જે વિશ્વભરના તેજસ્વી કલાકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું. તેઓએ અહીંની મુલાકાત લીધી હતી અને તેમની શક્તિનું અહીં સીંચન કર્યુ હતું.

તેણે ઉમેર્યું કે ત્યાંથીણાં પાયલ અને ચિદાનંદ, સતોષ સિવાન્સ અને શાજી કરુણ બહાર આવવાના છે. તેમને પ્રેરણા આપો. તમને  એવો અરીસો બતાવો જે આપણને એક સાચા સમાજ તરીકે પ્રતિબિંબિત કરે, જ્યાં મૂળ, તર્ક્બદ્ધ અને સમજણની ઉજવણી કરવામાં આવતી હોય. ચાલો આપણે સાર્વભૌમ મન બનાવીએ, તે સિનેમા અને જીવનની સાચી ઉજવણી હશે.

ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫માં એફટીઆઈઆઈના અધ્યક્ષ તરીકે અભિનેતા ગજેન્દ્ર ચૌહાણની નિમણૂક સામે ૧૩૯ દિવસના વિરોધમાં ભાગ લેવા બદલ જમણેરી તત્વો દ્વારા કાપડિયાની ટીકા કરવામાં આવી હતી અને તેઓને પાકિસ્તાન પાછા જવાનું કહેવામાં આવ્યું હતું. તે સંસ્થાના ૩૫ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં સામેલ હોવાનું કહેવાય છે. તત્કાલિન સંસ્થાના ડિરેક્ટર પ્રશાંત પાથરાબે દ્વારા કથિત રીતે તેમનો ઘેરાવ કરવામાં અને તેમની ઑફિસમાં તોડફોડ કરવામાં સામેલ હોવાનો કેસ તેણી ઉપર ચાલુ છે. પુકુટ્ટીએ કટાક્ષ કરતા કહ્યું, પાયલ (આરોપી નં. 25) કેન્સથી પાછી આવે છે અને FTIIએ શ્રી ચૌહાણની અધ્યક્ષ તરીકેની નિમણૂક સામે હડતાળ કરવા બદલ તેની વિરુદ્ધ દાખલ કર્યો હતો તે કેસની સુનાવણી માટે મહિને કોર્ટમાં જાય છે..! રસપ્રદ છે ને..?

 અત્રે ઉલ્લેખનીય છે કે, વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓએ દલીલ કરી હતી કે ચૌહાણ અગાઉના FTII ગવર્નિંગ કાઉન્સિલના અધ્યક્ષોની દ્રષ્ટિ અને પદ સાથે સુસંગત નથી અને તેમની નિમણૂક રાજકીય રીતે પ્રભાવિત જણાય છે. ૧૩૯ દિવસની હડતાલ દરમિયાન, વિદ્યાર્થીઓએ કથિત રીતે FTIIના તત્કાલિન ડિરેક્ટર પ્રશાંત પાથરાબેને શૈક્ષણિક મુદ્દાઓને લઈને તેમની ઓફિસમાં બંધ કરી દીધા હતા, જેના કારણે પોલીસ હસ્તક્ષેપ અને કેટલાક વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ, કાપડિયા સહિત ૩૫ વિદ્યાર્થીઓ પર ભારતીય દંડ સંહિતાની 143, 147, 149, 323, 353 અને 506 સહિતની વિવિધ કલમો હેઠળ ગેરકાયદેસર એસેમ્બલી, ફોજદારી ધાકધમકી અને હુલ્લડને લગતા ગુનાઓ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો.  ૨૦૧૬માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કરતા બચાવ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર, આગામી કોર્ટની સુનાવણી ૨૬ જૂને નિર્ધારિત છે. આ કેસના ૩૫ વિદ્યાર્થીઓમાંથી એક અમેયા ગોરે જણાવ્યું હતું કે આ ઘટના બાદ મોટાભાગના વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ અને પાસપોર્ટ મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

નોંધઃ આ લેખના આધાર  વિવિધ ન્યૂઝ રીપોર્ટ અને ધ વાયર અખબાર સાથે રેસુલ પુકુટ્ટીએ કરેલી વાતમાંથી લીધો છે, પણ અનુવાદ ડૉ. તરુણ બેંકરે કર્યુ છે. અનુવાદનો કોપીરાઈટ ડૉ. તરુણ બેંકરનો છે, કોઈપણ પ્રકારે કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા માટે લિખિત પરવાનગી લેવી આવશ્યક છે.

Post a Comment

0 Comments