પાવાગઢ પરિક્રમાઃ પાવાગઢની તળેટીમાં મંદિર-પહાડ ફરતે પગપાળા પ્રવાસ

         હિંદુ ધર્મમાં પવિત્ર સ્થળો મંદિર, નદી, પર્વત વગેરેની ફરતે, ચોતરફ કે આસપાસ શ્રદ્ધાપૂર્વક પગપાળા ચાલવાને 'પરિક્રમા' કહેવામાં આવે છે. સામાન્યતઃ મંદિરમાં પૂજા-અર્ચના કે દર્શન પછી મંદિર ફરતે પ્રદક્ષિણા કરાઈ છે. પરિક્રમા અથવા પ્રદક્ષિણા ઘડિયાળની દિશામાં અર્થાત પશ્ચિમથી ઉત્તર-પૂર્વ થઈ દક્ષિણ તરફ જવાય. આપણે ત્યાં ચોર્યાસીકોસી પરિક્રમા, પંચકોસી પરિક્રમા વગેરેનું વિધાન છે. પરિક્રમા પગપાળા, બસ કે વાહન દ્વારા કરી શકાય, પરંતુ મોટા ભાગના લોકો પરિક્રમા પગપાળા કરે છે.

પરિક્રમાનું મહાત્મય હિન્દુ, બૌદ્ધ, શીખ અને જૈન ધર્મમાં લેખાયું છે. પરિક્રમા કોઈ એક પવિત્ર સ્થાન કે સ્થળેથી શરૂ કરી પુનઃ તે જ સ્થળે પરત આવતા પૂર્ણ થાય છે. ભારતમાં વ્રજધામમાં ગોવર્ધન પરિક્રમા, અયોધ્યા ખાતે સરયૂ પરિક્રમા, ચિત્રકુટમાં કામદગિરિ પરિક્રમા અને દક્ષિણ ભારતમાં તિરુવન્મલઈની પરિક્રમા કરવામાં આવે છે, જ્યારે ઉજ્જૈન ખાતે ચોર્યાસી મહાદેવની પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે.



તેવી જ રીતે ગુજરાતમાં નર્મદા પરિક્રમા, નર્મદાની ઉત્તરવાહી પરિક્રમા અને ગિરનારની લીલી પરિક્રમા સદીઓથી કરવામાં આવે છે. પણ છેલ્લાં બારેક વર્ષથી પાવાગઢની પરિક્રમાની પુનઃ શરૂઆત કરવામાં આવી છે. પાવાગઢની પરિક્રમા ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. હિન્દૂ સંસ્કૃતિમાં શક્તિપીઠો અને યાત્રાધામોની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. ઐતિહાસિક અને ધાર્મીક મહત્વ ધરાવતી આ યાત્રા / પરિક્રમામાં પાવાગઢના રાજવીઓ પણ જોડાતાં હતાં. કહેવાય છે કે આ પરિક્રમા એક અશ્વમેઘ યજ્ઞની ફળશ્રૂતિ સમાન છે.

પાવાગઢની ટોચ ઉપર આવેલા માતાજીના મંદિરથી છેક નીચે ખૂણેશ્વર મહાદેવના મંદિર સુધી માતાજીનું શરીર માનવામાં આવે છે. આથી ભક્તો માતાજીની સંપૂર્ણ પ્રદક્ષિણા કરી શકે તે માટે આ પરિક્રમાની શરૂઆત ૭૦૦ વર્ષ પહેલાં કરાઈ હતી. વચ્ચેના સમય ગાળામાં પાવાગઢ વિસ્તારમાં વિધર્મી શાસકોના કારણે આ પરિક્રમા સુસુપ્ત અવસ્થામાં હતી. જેને  બારેક વર્ષથી પાવાગઢ પરિક્રમા સમિતિ દ્વારા ફરી જીવંત કરવામાં આવી છે.



પરિક્રમાની શરૂઆત પાવાગઢ દિવસ એટલે કે માગશર માસની અમાસે,પાવાગઢની તળેટીમાં આવેલા ચાંપાનેર ગામના વાઘેશ્વરી માતાના મંદિરથી શરૂ થાય છે, ત્યાંથી  ટપલાવાવ હનુમાન મંદિર, કોટકાળી માતા અને પૂજ્ય નારાયણ બાપુના તાજપુરા ગામ ખાતે રાત્રી રોકાણ કરે છે. બીજે દિવસે તાજપુરાથી મેડી-મદારના સિદ્ધનાથ મહાદેવના મંદિર થઈ ધાબાડુંગરી થઈ પરત વાઘેશ્વરી માતાના મંદિરે સમાપ્ત થાય છે.

In Hinduism, a devout walk around sacred places such as temple, river, mountain etc. is called 'Parikrama'. Generally, after worshiping or darshan in the temple, there is a parikrama around the temple. Parikrama or Pradakshina goes clockwise i.e. from west to north-east to south. We have there the statement of Choryasikosi Parikrama, Panchakosi Parikrama etc. The circumnavigation can be done on foot, by bus or by vehicle, but most people do the circumnavigation on foot.

The Mahatmaya of Parikrama is written in Hinduism, Buddhism, Sikhism and Jainism. Parikrama is completed by starting from a holy place or places and returning to the same place. Govardhan Parikrama in Vrajadham in India, Saryu Parikrama at Ayodhya, Kamadgiri Parikrama in Chitrakut and Tiruvanmalai Parikrama in South India, while Eighty-four Mahadev Parikrama is organized at Ujjain.

our short film. click link



Similarly in Gujarat, Narmada Parikrama, Narmada Uttaravahi Parikrama and Girnar Green Parikrama have been performed for centuries. But for the past twelve years, the Parikrama of Pavagadh has been restarted. The Parikrama of Pavagadh is considered very sacred. The Parikrama of Shakti peeths and pilgrimages has special significance in Hindu culture. The royals of Pavagadh also used to participate in this Yatra / Parikrama which has historical and religious significance. It is said that this parikrama is the fruition of an Ashwamegha Yajna.

The body of Mataji is believed to be from the temple of Mataji at the top of Pavagadh to the temple of Khuneshwar Mahadev. Hence this parikrama was started 700 years ago so that the devotees could do complete parikrama of Mataji. In the intervening period the Parikrama was in a dormant state due to pagan rulers in Pavagadh area. It has been revived by the Pavagadh Parikrama Committee for several years.

our short film. click link



Parikrama starts on Pavagadh Divas i.e. the amavasya of Magashar month, from Vagheshwari Mata temple in Champaner village at the foothills of Pavagadh, from there Taplavav Hanuman temple, Kotkali Mata and Pujya Narayan Bapu stay overnight at Tajpura village. On the next day, from Tajpura to the Siddhanath Mahadev temple of Medi-Madar, Dhabadungri and back to Vagheshwari Mata temple.

-ડૉ. તરુણ બેંકર (M) 92282 08619

નોંધઃ આ લેખ ડો. તરુણ બેંકરના મૌલીક વિચારોનું સર્જન છે, કોપીરાઈટ હેઠળ સુરક્ષિત છે. કોઈપણ માધ્યમમાં ઉપયોગ કરવા અનુમતિ આવશ્યક છે.


Post a Comment

0 Comments