શોર્ટફિલ્મ મંત્ર દ્વારા શ્રી પંકજભાઈ કાપડીયા ઈન્સ્પિરેશનલ એવોર્ડનું આયોજન કરાયું

         સુરતની શોર્ટફિલ્મ મંત્ર સંસ્થા દ્વારા ૭મી ઓગષ્ટના રોજ સુરતના સંજીવકુમાર ઓડિટોરિયમ ખાતે શ્રી પંકજભાઈ કાપડીયા ઈન્સ્પિરેશનલ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે પદ્મશ્રી યઝદી કરંજીયા, પદ્મશ્રી મથુર સવાણી, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા અને સુરત માનવ સેવા સંઘના ભરત શાહ ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે સુરતના કળારત્નો ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર હિતેનકુમાર અને નેશનલ એવોર્ડ વિજેતા નિર્માતા પરેશ વોરાનું સમ્માન કરવામાં આવ્યુ અને પંકજ કાપડિયાના જીવન કવનને પ્રસ્તુત કરતા પુસ્તક ‘કમલપંખ’નું વિમોચન કરવામાં આવ્યુ હતુ. ઉદ્દ્ઘાટન સમારંભમાં યઝદી કરંજીયા, હિતેનકુમાર, મથુર સવાણી અને પંકજભાઈ કાપડિયાએ મનનીય સંબોધન કર્યું હતું.

કાર્યક્રમના બીજા ભાગમાં સિનેમા, સાહિત્ય, સંગીત, સમાજસેવા અને રમત-ગમત સહિતના ક્ષેત્રે સવિશેષ યોગદાન આપનાર ગુજરાત અને મુંબઈના એવાં ૫૩ મહાનુભાવા હરમીત દેસાઈ, પૂજા ચૌધરી, ટ્વિશા શુકલા, વૈભવ દેસાઈ, જીતેંદ્ર સુમરા, ફરઝાન કરંજીયા, રાજેશ પાંડે, રિશિત ઝવેરી, કિરણસિંહ ચૌહાણ, જય મર્ચંટ, દર્શન ઝવેરી, વિરલ દેસાઈ, સંજય ચોક્સિ, રવી કુમાર, ડૉ. તરુણ બેંકર, કેતુલ પટેલ, પ્રિતિ સુરાના, સત્યેન જગીવાલા, મહેશ કુલદીપ, રવીંદ્ર પારેખ, સ્નેહલ વકિલના, પ્રશાંત કાપડિયા, કેતન રાઠોડ, પ્રતિક્ષા દેસાઈ, વીનીત શર્મા, જલ્પેશ કલેના, ચેતન શેઠ, રિટા ચોક્સિ, રત્ના જાદવાની, રાજેશ વ્યાસ, અમન લેખડિયા, દેવાંગ રાવલ, ગિરિશ સોલંકી, સેતુ ઉપાધ્યાય, સલિલ ઉપાધ્યાય, અમિષા રાવલ, સુનિલ રેવર, દિનેશ ભગતજી, પ્રભાકર ધોળકિયા, ડૉ. કિશોરસિંહ ચાવડા, ડૉ. જયેશ કોસંબિયા, કાનજીભાઈ ભાલાળા, રાજેશ દેસાઈ, ગીતા શ્રોફ, ચિરંતના ભટ્ટ, નરેશ કાપડીયા, જયરામ ભગત, કલ્પના દેસાઈ અને સંહિતા જોષીનું સમ્માન કરાવામાં આવ્યું. આ ઉપરાંત શોર્ટ ફિલ્મ મંત્ર સાથે કાર્યરત અને શોર્ટ ફિલ્મ મંત્રના પ્રણેતા અભિષેક ગલશર, હર્ષદ પંડ્યા, દિલિપ કાકડીયા, સુભાષ દાવર, ઘનશ્યામ કરાડ અને ઓમપ્રકાશ પ્રજાપતિને સ્મૃતિ ચિન્હ આપવામાં આવ્યા હતા.

મહાનુભાવાના સમ્માન કરવાના કાર્યક્રમમાં હિંદી સિનેમા, ટીવી અને નાટ્યજગતના વરિષ્ઠ લેખક પ્રકાશ કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રકાશ કાપડિયા હિન્દી ફિચર ફિલ્મ બ્લેક, સાવરિયા, દેવદાસ, તાનાજી, પદ્માવત, બાજીરવ મસ્તાની અને ગંગુબાઈ કાઠિયાવાડીના લેખક તરીકે જાણીતા છે. આ કાર્યક્રમાના માધ્યમથી મહાશયોને સમ્માનનાર શોર્ટ ફિલ્મ મંત્રના ૧૧માં ઈંટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અન્વયે લોકડાઉન ૨૦૨૦ શોર્ટ ફિલ્મ અને પંકજ કાપડિયા ઉપર તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દશન કરવામાં આવ્યુ હતું. કાર્યક્રમ પર્ફોર્મિંગ આર્ટ વિભાગની નૃત્યાંગનાએ ભારતીય નૃત્ય રજૂ કર્યુ હતુ જ્યારે સંચાલન ડૉ. સંહિતા જોષી અને કલ્પના દેસાઈએ કર્યુ હતું. આ સુંદર કાર્યક્રમનું સપનુ જોનાર શોર્ટ ફિલ્મ મંત્રના પ્રણેતા અભિષેક ગલશર, પ્રણેતા પંકજ કાપડિયા અને તેમની ટીમને હાર્દિક અભિનંદન.

 

Post a Comment

0 Comments