“લિટલ ટેરરિસ્ટ” ૨૦૦૪ અને “સ્માઈલ પિંકી” ૨૦૦૮એ શોર્ટ ફિલ્મોને બળ આપ્યું

શોર્ટ ફિલ્મ એ કોઈપણ એવું નાનું (ઓછી લંબાઈવાળું) ચલચિત્ર જેને ફીચર ફિલ્મ માનવામાં ન આવે. એકેડમી મોશન પિક્ચર આર્ટ્સ એન્ડ સાયન્સિસની વ્યાખ્યા "ઓરિજિનલ ચલચિત્ર કે જેની લંબાઈ (તમામ ક્રેડિટ્સ સહિત) ૪૦ મિનિટ અથવા તેનાથી ઓછી હોય.

A short film is any motion picture that is short enough in running time not to be considered a feature film. The Academy of Motion Picture Arts and Sciences defines a short film as "an original motion picture that has a running time of 40 minutes or less, including all credits"

આ ઓછી લંબાઈવાળા ચલચિત્રની આજના સમયમાં બોલબાલા છે. “લિટલ ટેરરિસ્ટ” ૨૦૦૪માં આવેલી આ શોર્ટ ફિલ્મ ઓસ્કર એવોર્ડમાં નોમીનેટ થયાં પછી શોર્ટ ફિલ્મો તરફ બધાનું ધ્યાન ગયું હોવાનું મનાય છે. અશ્વિન કુમારના નિર્દેશનમાં ૨૦૦૪માં બનેલ આ ટૂંકી ફિલ્મ લિટલ ટેરરિસ્ટ ૨૦૦૫માં બેસ્ટ લાઇવ એક્શન શોર્ટ ફિલ્મના એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરાઈ હતી. મુંબઈ સહિતના મોટા શહેરોમાં આ ટૂંકી ફિલ્મ લિટલ ટેરરિસ્ટ” ફીચર ફિલ્મ પહેલાં બતાવવામાં આવી હતી. આનાથી સમજી શકાય કે આ શોર્ટ ફિલ્મે દર્શકો અને ફિલ્મમેકરોમાં કેવો આશાવાદ જગાડ્યો હશે.



પછી આવી “સ્માઈલ પિંકી”. આમ તો આ ડોક્યુમેંટરી ફિલ્મ. પણ આ ફિલ્મની પૃષ્ઠભૂમિ ભારતની. પિંકી સોનકર, પાંચ વર્ષની છોકરી જે ભારતના સૌથી ગરીબ વિસ્તારોમાંના એકમાં ગંભીર ફાટેલા હોઠ સાથે રહે છે. વારાણસી નજીકના મિર્ઝાપુરમાં તેના વતન રામપુર ધાબાહી ગામમાં શાળામાં જવાની મંજૂરી નથી, અને તેની વિકૃતિને કારણે બહિષ્કૃત..! પિંકી હતાશાનું જીવન જીવે છે. આકસ્મિક રીતે, પિન્કીના માતા-પિતા પંકજને મળે છે, જે એક સામાજિક કાર્યકર છે જે ગામડે ગામડે પ્રવાસ કરી રહ્યો છે, જેઓ એક હોસ્પિટલ માટે દર્દીઓને એકઠા કરે છે જે દર વર્ષે ધ સ્માઈલ ટ્રેન પ્રોગ્રામ દ્વારા હજારો ગરીબ બાળકોને મફત ક્લેફ્ટ લિપ સર્જરી પૂરી પાડે છે.

Smile Pinki is a 2008 American documentary film directed by Megan Mylan. which won the 81st Academy Award for Best Documentary (Short Subject). The film depicts the story of Pinki and Ghutaru, two children in rural India who receive corrective surgery for cleft lips.

આજે તો..? આપણે ત્યાં શોર્ટ ફિલ્મ નવીન આયામો સર કરી ચૂકી છે. માત્ર નવોદિત કે નાના ફિલ્મમેકર જ નહીં બહુ મોટુ નામ ને કામ ધરાવતાં ફિલ્મમેકરો પણ શોર્ટ ફિલ્મ બનાવે છે. તો આવી શોર્ટ ફિલ્મને પ્રદર્શિત કરવા માટે અનેક ડિજિટલ પ્લેટફોર્મ અને ફિલ્મ ફેસ્ટિવલ પણ ઉપલબ્ધ છે. સામાજિક જાગરણ, વ્યવસાયીક પ્રસારણ અને કળાભૂખ સંતોષવા અનેક લોકો શોર્ટ ફિલ્મ તરફ વળ્યા છે. ગજવામાં રહેતા મોબાઈલથી માંડીને હાઈ એન્ડ કેમેરા તેના સર્જન માટેના હથિયારો બન્યાં છે. મોબાઈલ એપ. તેના સમર્થક અને સંવર્ધક.

ઘણું લખી અને કહી શકાય, પણ અહીં તો માત્ર એક વાત કહેવાનો આશય છે. એક સ્પાર્ક કરવાની ઈચ્છા છે. જેને એ પ્રકાશ દેખાશે કે જેને આ ચમકારામાં રસ પડશે તે આપમેળે આ તરફ વળશે. મેં પણ ૨૦૦૪માં ફિલ્મી દુનિયાની શરૂઆત શોર્ટ ફિલ્મથી જ કરી હતી. વચમાં ફીચર ફિલ્મ અને વેબ સીરીઝમાં અટ્વાયા હતા. હવે પાછા...

for more call Dr. Tarun Banker (+91) 92282 08619

Caution: all Content are original, You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any way exploit any such content, nor may you distribute any part of this content over any network, including a local area network, sell or offer it for sale, or use such content to construct any kind of article, program etc… Copying or storing any content except as provided above is expressly prohibited without prior written permission

Post a Comment

0 Comments