શોર્ટ ફિલ્મ મંત્ર, ઓનલાઈન શિક્ષણ અને ડોક્યુમેન્ટરી ફિલ્મ

 

ડોક્યુમેન્ટરી ફિલ્મ. અર્થાત દસ્તાવેજી ચિત્ર. ભારતમાં તો ફિલ્મનો આરંભ જ દસ્તાવેજી ફિલ્મથી થયો હતો. ભારતની પોતાની કહી શકાય એવી પહેલી ફિલ્મ ‘ધ રેસલર્સ’ (૧૮૯૯) હરિશ્ચંદ્ર ભાટવડેકર ઉર્ફ સાવે દાદાએ બનાવી હતી. જે ડોક્યુમેન્ટરી પ્રકારની ફિલ્મ હતી. કુશ્તી કરતા પહેલવાનોની કુશ્તીને તેમણે કચકડે કંડારી ત્યાંથી ભારતમાં પોતાની ફિલ્મ બનાવવાના કાર્યનો પ્રારંભ થયાનું નોંધાયું છે. ડોક્યુમેન્ટરી ફિલ્મની વ્યાખ્યાની વાત કરીએ તો किसी वृत्त अर्थात समाचार या सत्य घटना पर आधारित फ़िल्म को वृत्तचित्र (डॉकुमेण्टरी फिल्म) कहते हैं। इसमें कलात्मकता, अभिनय और मनोरंजन के स्थान पर वृत्त के विषय और उद्देश्य पर अधिक ध्यान रखा जाता है।  અંગ્રેજીમાં તેને આ શબ્દોમાં વ્યાખ્યાયીત કરવામાં આવી છે. A documentary film or documentary is a non-fictional motion-picture intended to "document reality, primarily for the purposes of instruction, education, or maintaining a historical record". Bill Nichols has characterised the documentary in terms of "a filmmaking practice, a cinematic tradition, and mode of audience reception a practice without clear boundaries".


 

આજે આ વાત યાદ કરવાનો વિશેષ અવસર છે. કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે ફિલ્મના માધ્યમથી તેના વિવિધ પાસાઓને પ્રકાશમાં લાવવા કે તેનાથી માહિતગાર કરવા ફિલ્મમેકરો પણ સક્રિય બન્યાં છે. આ કડીમાં સુરત, ગુજરાતના ફિલ્મ સર્જક અભિષેક ગલશરે બનાવેલ શોર્ટ્ફિલ્મ કેંસ ફિલ્મ ફેસ્ટિવલ સહિત અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ સુધી આપણો ડંકો વગાડી ચૂકી છે. હવે આ ફિલ્મ સર્જકે ઓનલાઈન શિક્ષણને વ્યાખ્યાયીત કરતી ચાર ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે. શિક્ષણ જગતના લોકોના ઈન્ટરવ્યૂના માધ્યમથી તેમેણે ડોક્યુમેન્ટેશન કર્યું છે. આ કામગીરી અને આવી અન્ય ફિલ્મોને લોકો સુધી લઈ જવા તેમણે શોર્ટફિલ્મ મંત્ર નામની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે.

Join Us

www.youtube.com/deargujarati

ઓનલાઈન શિક્ષણ આજના સમયની જરૂરીયાત છે તો સાથોસાથ મધ્યમવર્ગ કે નિમ્ન મધ્યમવર્ગના લોકો માટે સમસ્યારૂપ પણ બન્યું છે. કેંસ ફિલ્મ ફેસ્ટિવલમાં ડંકો વગાડનાર ફિલ્મ સર્જક અભિષેક ગલશરની શોર્ટ્ફિલ્મ આ જ સમસ્યાને પ્રસ્તુત કરે છે. જો કે ડોક્યુમેન્ટરી ફિલ્મ તેમણે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવો સાથે આ અંગે વાર્તાલાપ કર્યો છે.

Join Us

www.facebook.com/deargujarati

An Encounter With Faces શિર્ષક તળે તૈયાર કરાયેલ ડોક્યુમેન્ટરી ફિલ્મમાં બારડોલીની માલી બા કોલેજના ડાયરેકટર અને આચાર્ય જ્યોતિર પંડ્યા, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કિશોરસિંહ ચાવડા, સી. સી. શાહ હાઈસ્કૂલના આચાર્ય સુનિલકુમાર જાધવ અને સુરત મ્યુનિસિપલ શાળાના રૂપા મેનનના વિચારોને વાર્તાલાપ સ્વરૂપે ડોક્યુમેન્ટરી ફિલ્મમાં વણી લેવાયા છે. આ તમામ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટફિલ્મ મંત્ર નામની યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકાશે.


 

આપણે ત્યાં ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવાનું ચલણ બહું ઓછું છે, જેનું પ્રમુખ કારણ મનોરંજન નહીં પણ માહિતીનું આદાન પ્રદાન છે. ફિલ્મ શબ્દ આપણા માનસમાં જુદી રીતે ઘર કરી ગયો હોય ડોક્યુમેન્ટરી ફિલ્મ જોવી આપણા માટે ઓછી રૂચિકર બને છે. Short Film Mantra યુટ્યુબ ચેનલના માધ્યમથી અભિષેક ગલશરે કરેલ પ્રયાસ આવકારદાયક છે. આ રહી ડોક્યુમેન્ટરી ફિલ્મની લિંક

https://youtu.be/dyIkYynLLKA

https://youtu.be/15m2uTyXR5E

https://youtu.be/cXViEBWxSGM

https://youtu.be/wt4L7TVSWJM

Post a Comment

0 Comments