દિકરી દેવો ભવ: ભાગ - ૧લો


૨૦૦૮માં શરૂ કરેલ “દિકરી દેવો ભવ:” અભિયાન ૧૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે. Audio-Visual માધ્યમ થકી સામાજિક ચેતના અને જનજાગૃતિનો અમારો પ્રયાસ સફળ રહ્યો છે. જો કે તોય દિકરીઓની સંખ્યા ઘટી રહી છે. દિકરાઓની સરખામણીએ ઘણી ઓછી છે. 

આપણી સામાજિક વિસમતા આટલેથી નથી અટકી. આજેય એવાં ઘણાં પરિવારો છે જ્યાં દીકરા કરતાં દીકરીનું મહત્વ ઓછું કે નહીંવત છે..! શોર્ટફિલ્મ "આવજે વ્હાલી ફરી મળીશું" દીકરા અને દીકરી વચ્ચે વ્હાલની દિવાલ ઉભી કરતાં મા-બાપની કથા. શું તમે આવો ભેદ રાખો છો..?
આ રહી ફિલ્મની લિક. ક્લિક કરો અને ફિલ્મ જૂઓ.

આ ફિલ્મમાં તરુણ બેન્કર, કવિતા મોદી, રીન્કલ મેહતા, ઈશિતા ભરવાડા, નિલય ગાંધી, પલક પટેલ, સિદ્ધિ ગાંધી, ભાસ બેન્કર, વેદાંત ગાંધી, સાંઝી ગાંધી અને પ્રિયમ મોદીએ અભિનય કર્યો છે. બેકગ્રાઉન્ડ સંગીત કિશન ચુડાસમા, ગીત રાજેન્દ્ર કાજળ, ગાયક-સંગીતકાર હેમંત દેસાઈ અને નિર્માણ મા ઇન્ફોકોમે કર્યું છે.
૨૦૦૮માં શરુ કરેલ દિકરી દેવો ભવઃ અભિયાન અંતર્ગત ચાર શોર્ટફિલ્મ બનાવી હતી. જેની ૩૦૦૦ જેટલી CDનું રાજ્યભરમાં વિનામૂલ્યે વિતરણ કરવા સાથે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૧૦૦ જેટલાં ફિલ્મ શો કરી "બેટી બચાવો સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવો"નો સંદેશ ૫૦,૦૦૦ વિદ્યાર્થીઓ સુધી પહોચાડ્યો હતો. હવે સોશ્યલ મીડિયાના માધ્યમથી આ સંદેશ ફેલાવીશું. તમે તૈયાર છો ને..? આ લિંક વધુમાં વધુ લોકોને શેર કરી આ અભિયાન સાથે જોડવ. તેને વેગ આપવા સહયોગ કરો. વધુ માહિતી માટે સંપર્ક : ડૉ. તરુણ બેન્કર. 9228208619
તમે પણ ડીયર ગુજરાતી સાથે જોડાઈ શકો. લિંક ક્લિક કરી channel subscribe કરો Page Like કરો

Post a Comment

0 Comments