ઉત્તમ ગડાએ વિરોધ કર્યો કે “ફિલ્મના ક્રેડીટ ટાઈટલમાંથી મારું નામ કાઢી નાંખો”


ઉત્તમ રાજીવ ગડા (1948-2020), અદભુત નાટકો અને ચારેક ફિલ્મના સ્ક્રિપ્ટ રાઈટરએ આપણી વચ્ચેથી વિદાય લીધી.. આમ જોવા જઈએ તો ગુજરતી નાટકો સાથે સંકળાયેલાં લોકો માટે ઉત્તમ ગડા નામ અજાણ્યું નથી. એક સમયે ‘મહારથી’ અને ‘મુળરાજ મેન્સન’ જેવાં તેમના નાટકે રંગભૂમિ ઉપર ધૂમ મચાવેલી. સસ્પેન્સ એવું જબરું કે અંત સુધી દર્શકોને જકડી રાખે અને જબરું થ્રિલ સર્જે. ઉત્તમભાઈએ ઘણાં ગુજરાતી નાટકો લખ્યાં અને પરેશ રાવલે તેમના ઘણાં નાટકોમાં અભિનય કર્યો. સાંસદ બન્યા પછી આવેલું તેમનું નાટક ‘ડીયર ફાધર’ ખુબ વખણાયું.

રાફડો, રેશમી તેજાબ, મહારથી, મુળરાજ મેન્સન, ચિરંજીવ, વિષ રજની, પાંખ વિનાના પતંગિયા, કાયાકલ્પ, મહાપુરુષ, હું રીમા બક્ષી, સથવારો, ડબલ સવારી, શિરચ્છેદ, કમલા, દીકરી વ્હાલનો દરિયો, ઓરંજ જ્યુસ, જશરેખા, સુનામી, લક્ષ્મી પૂજન, ડીયર ફાધર, અરે વહુ! હવે થયું બહુ, ફાઈવ સ્ટાર આંટી, વોટ્સઅપ અને યુગપુરુષ જેવાં નાટકોના આ લેખકે થોડી શોર્ટફિલ્મો, એક ટીવી સીરીયલ, બે-એક પુસ્તકો અને ચાર હિન્દી ફિલ્મો લખી છે. ૨૦૦૬માં આવેલ તેમની હિન્દી ફિલ્મ ‘યું હોતા તો ક્યા હોતા’ના દિગ્દર્શક હતા નસીરુદ્દીન શાહ. ઈરફાનખાન, કોંકણાસેન શર્મા, પરેશ રાવલ, આયિશા તકિયા અને જીમી શેરગીલ અભિનીત આ ફિલ્મ રીલીઝ થયા પછી ઉત્તમ ગડાએ જાણ્યું કે દિગ્દર્શક તરીકે નસીરુદ્દીન શાહે બિન-જરૂરી છૂટ લઇ તેમની મૂળ સ્ક્રિપ્ટમાં ઘણાં ફેરફારો કરી નાંખ્યા છે, ત્યારે તેમનો લેખક ચિત્કારી ઉઠ્યો..! રીતસરનો તેણે બળવો કર્યો..! મને બરાબર યાદ છે તેમેણે સોશ્યલ મીડિયા ઉપર પોતાનો વિરોધ માત્ર વ્યક્ત જ ન કર્યો, પોતાની મૂળ સ્ક્રિપ્ટ પણ જાહેર (અપલોડ) કરી દીધી. બોલિવુડ મંત્ર ડોટ કોમ ઉપર લખાયું હતું,
“scriptwriter Uttam Gada is upset with director Naseeruddin Shah for exactly the opposite reason. Uttam Gada is a noted play writer and has been credited with writing the script for Naseeruddin Shah’s directorial venture Yun Hota Toh Kya Hota (YHTKH). Unfortunately Uttam does not want to be given credit as the scriptwriter of the film as he claims that the script is not his original one.
To begin with Uttam’s script had given the film the title Udaan. Apart from that Uttam claims that “Naseer has changed more than 80 percent of his original script” and evidently the scriptwriter is not happy about this. Gada finds the script of Naseer’s film cheap and even downright offensive. Gada had even made it a point to voice his displeasure when the film itself was being shot. But Naseer who is known to always do things his way refused to take the scriptwriter’s opinion into consideration. Naseer in fact told Uttam “that once he submitted the script his work as a scriptwriter was over.” Hence Gada has decided that he does not want to be credited as the scriptwriter of YHTKH and has asked that his name be removed from the credits.”
સામાન્યત: લેખક ક્રેડીટ ટાઈટલમાં પોતાનું નામ ન લખાયું હોય તો વિરોધ કરે. ઉત્તમભાઈએ એવો વિરોધ કર્યો કે આ ફિલ્મના ક્રેડીટ ટાઈટલમાંથી મારું નામ કાઢી નાંખો. કારણ..? ફિલ્મ નિર્દેશક નસીરુદ્દીન શાહે મારી મૂળ સ્ક્રિપ્ટમાં ૮૦%થી વધુ ફેરફારો કરી નાંખ્યા છે. ‘યું હોતા તો ક્યા હોતા’ (દિગ્દર્શક:નસીરુદ્દીન શાહ) ઉત્તમ ગડાની સ્ક્રિપ્ટ (મૂળ ટાઈટલ: ઉડાન)ના આધારે બની હતી, પણ નસીરુદ્દીનએ લેખકને વિશ્વાસમાં લીધાં વગર તેમાં મનમાન્યા ફેરફારો કરી નાંખ્યા હતાં. જેનો ઉત્તમ ગડાએ ખુલ્લો વિરોધ કર્યો હતો.

ઉત્તમ ગડાનું છેલ્લું નાટક "યુગપુરુષ" ખુબ સફળ રહ્યું. નાટકમાં શ્રીમદ્ રાજચંદ્રની બૌદ્ધિક ઉંડાઈ, ગતિશીલતા, શાણપણ અને દ્રષ્ટિને વણી લેવાઈ  છે. રાજેશ જોશીના નિર્દેશન બનેલ આ નાટકમાં સંગીત સચિન-જીગરએ આપ્યું છે. આ નાટક ગાંધીજીની માન્યતાઓને જાળવવા, પ્રોત્સાહન આપવા, પ્રચાર કરવા અને તેમના ઉપદેશો દેશવાસીઓ સુધી પહોંચાડવા માટે બનાવાયુ હતું. મહાત્મા ગાંધી અને મહિલા શિષ્યો સાથેના પ્રવચન અને યુવા મહાત્મા ગાંધી અને તેમના યુવાન માર્ગદર્શક શ્રીમદ્ રાજચંદ્રજી વચ્ચેના જોડાણને દર્શાવાયુ છે.
         ઉત્તમ ગડા હવે સદેહે આપણી વચ્ચે નથી, પણ તેમનું સર્જન સદાય આપણી સાથે રહેશે. ડીયર ગુજરાતી સાથે જોડવા લિંક ક્લિક કરો.
www.youtube.com/deargujarati
www.facebook.com/deargujarati

Post a Comment

0 Comments