સંતોષ સિવન સાથે Journy of Light અંગે વેબિનાર


વેબિનાર, આ શબ્દ આજના સમયમાં અત્યંત પ્રચલિત બન્યો છે. સેમિનાર અને વર્કશોપનું સ્થાન વેબિનાર લઇ રહ્યો છે. ઈન્ટરનેટ અને એપ્લીકેશનની મદદથી સેંકડો લોકો પોતપોતાના ઘર કે ઓફિસથી જોડાઈ શકે અને માહિતીનું આદાન-પ્રદાન કરી શકે તેવો આ વિકલ્પ ખુબ ઝડપથી પોપ્યુલર બની ગયો છે. કોરોનાકાળમાં ઘર કે ઓફિસેથી સોશ્યલ/વ્યક્તિગત અંતર રાખીને કામ કરાતું હોય આ વિકલ્પને લોકો હાથોહાથ અમલી બનાવી રહ્યાં છે અને ટૂંક સમયમાં આ સબળ વિકલ્પ બનશે તેમ લાગી રહ્યું છે. ‘વર્ક એટ હોમ’નો આ કન્સેપ્ટ હાલમાં તો પ્રચલિત થયો જ છે, પણ તેનું ભવિષ્ય પણ શાનદાર લાગે છે.
આજે આ વિષય પર એટલે વાત કરી રહ્યો છું કારણ આવાં જ એક વેબિનારનો આજે હું પણ હિસ્સો બન્યો. મારા મિત્ર અને પ્રોફેશનલ ફોટોગ્રાફર પરેશ ભાવસારનો ઉત્સવ સ્ટુડિયો બન્યો અમારાં વેબિનારનું સ્થાન. અને વેબિનારનો વિષય હતો: ‘Journey of Light with SANTOSH SIVAN-Director Of Photography’. સંતોષ સિવન મારા મનગમતા સિનેમેટોગ્રાફર એટલે ૩ દિવસથી જેમને ઓનલાઈન મળવાની રાહ જોતો હતો તે સપનું સાકાર થયું.

કેનોન ઇન્ડિયા દ્વારા આયોજિત આ વેબિનારમાં ગૌરવ મરકાન અને સંતોષ સિવન વચ્ચેનો વાર્તાલાપ અને પછી ઓનલાઈન જોડાયેલાં પ્રતિભાગીના પ્રશ્નોનો જવાબ રસપ્રદ અને જ્ઞાનવર્ધક રહ્યો. આખો વેબિનાર અંગ્રેજીમાં હતો એટલે મને વિચાર આવ્યો કે તેના વિષે થોડી વાત ગુજરાતીમાં કરુ તો આપણા ગુજરાતી ફોટોગ્રાફર તે વાતો વધુ સારી રીતે સમજી શકે. તો આ રહ્યાં વેબિનારના કેટલાંક મુદા.
સંતોષ સિવનની વાતોથી એક વાત વધુ સારી રીતે સ્પષ્ટ થયી કે સ્ક્રિપ્ટ/સ્ટોરીનાં આધારે લાઈટીંગ નક્કી કરાય તો વધુ સારા પરિણામ લાવી શકાય. તેમના ચાલીસેક મિનિટના વાર્તાલાપમાં તેમણે આ વાત પાંચેકવાર કરી. વધુમાં તેમણે કહ્યું “Lighting as per mood and audience dictated by script”.  અર્થાત દર્શક/ભાવક/ગ્રાહકની પસંદગી/જરૂરીયાત કે માહોલ અનુસાર લાઈટીંગ કરાય પણ અંતે તો તેને સ્ક્રિપ્ટનો હુકમ જ ચાલે છે..! વધુમાં તેમેણે બાળક જેવાં જાણવા ઉત્સુક, શીખવાનું ક્યારેય ન છોડનાર અને જોવા-જાણવાની વૃત્તિ રાખનાર બનવા કહ્યું. તેમેણે કહેલું એક વાક્ય મને બહુ ગમ્યું: “Feel that we are special..!”
આજના ડિજિટલ કેમરાના સમયમાં કુત્રિમ લાઈટનો ઉપયોગ શક્યત: ઓછો કેવી રીતે કરી શકાય..? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, કેમરાની સ્પીડ અને લેન્સની ક્વોલિટી બહુ મોટો ભાગ ભજવશે. તેમેણે એમ પણ કહ્યું કે મેં ઘણી ફિલ્મો કુદરતી લાઈટથી જ શૂટ કરી છે. “Lots of films with No Light at all.લાઈટીંગને કેવી રીતે observe કરી શકાય..? લાઈટનું behavior કેવી રીતે જાણી/સમજી શકાય..? જેવાં સવાલોના જવાબમાં તેમણે લાઈટીંગ પ્રત્યેના અભિગમ(approach) અંગેની વાત કરી હતી. વધુમાં જણાવ્યું હતું કે વિદેશની ફિલ્મોમાં અત્યંત નેચરલ લાઈટીંગનો ઉપયોગ કરાય છે. આપણે ઘણાં જુદાં અભિગમ સાથે કામ કરીએ છીએ.
તેમણે સત્યજીત રાય સાથે કામ કરનાર સુબ્રતો મુકરજીને પોતાના મનગમતા સિનેમેટોગ્રાફર કહ્યા હતાં. અંતે તેમણે કહ્યું હતું ગણિતમાં ૧ અને ૧ નો સરવાળો ૨ થાય પણ દ્રશ્યજગતનું ગણિત તદ્દન જુદું છે. આવા વેબિનાર વિષે શક્યત: ફરી-ફરી મળતા રહીશું અને તેના વિષે વાત કરતાં રહીશું.
કેમરા, સિનેમા, ફોટોગ્રાફી, સિનેમેટોગ્રાફી, વેડિંગ શૂટ, પ્રિ-વેડિંગ સોંગ સહિતના અનેકવિધ વિષય અંગે જાણકારી મેળવવા ડીયર ગુજરાતી સાથે આજે જ જોડવ. આ રરહી લિંક.
Subscribe Channel : www.youtube.com/deargujarati

Post a Comment

0 Comments