છોટુ બે કટિંગનો લીડ એક્ટર હોલિવુડની મુવીમાં

આપણી ગુજરાતી ફિલ્મ "છોટુ બે કટિંગ"ને એક વર્ષમાં સાડા ત્રણ લાખથી વધુ દર્શકોએ નિહાળી છે. 
શહેરની બહાર એક એવી ઈમારત જ્યાં મોટાભાગના લોકો આવતા નથી. ચા ની લારી પર કામ કરતો છોટુ એક વહેલી સવારે ત્યાં પહોંચે. એક યુવાન આ ઈમારત પરથી નીચે પડતું મૂકી આત્મહત્યા કરવા જઈ રહ્યો છે..! પછી..? શહેરને સ્વચ્છ રાખવાના ભેખધારી દાસકાકા ત્યાં આવે. મુખ્ય ત્રણ પત્રો અને એક જ સ્થળે (Location) આકાર પામતી આ ફિલ્મ આપણી ગુજરાતી સિનેમાનો આગવો ચહેરો નવીન આયામ સાથે રજૂ કરે છે.



આપણી આ ગુજરાતી ફીચર ફિલ્મ "છોટુ બે કટિંગ"માં પ્રમુખ ભૂમિકા ભજવનાર પાર્થ યાદવ હોલિવુડની ફિલ્મ Extraction (Released on Netflix)માં દેખાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પાર્થ યાદવે ગુજરાતી ફિલ્મો 'ઢ', 'હું નરેન્દ્ર મોદી બનવા માગું છું" અને "ખપે" ફિલ્મમાં પણ અભિનય કર્યો છે.

આ અંગે પોતાનીલાગણી વ્યક્ત કરતા "છોટુ બે કટિંગ"ના લેખક-દિગ્દર્શક ડૉ.તરુણ બેન્કર જણાવે છે કે કળા અસીમ છે અને તેના માધ્યમથી અનંતને પામી શકાય. આજે પાર્થે બોલિવુડની ફિલ્મમાં પ્રવેશ કરી નવાં કળાજગત તરફ એક ડગલું ભર્યું છે જે આગામી સમયમાં વિરાટ કદમ બને તેવી શુભેચ્છા.
તમે હજુ સુધી "છોટુ બે કટિંગ" ન જોઈ હોય તો આ રહી લિંક.
Film before Interval

Film after Interval


Post a Comment

0 Comments