દેવી: નટશૂન્ય શોર્ટફિલ્મ


દેવી: જે દેશમાં ૮૦%થી પણ વધુ લોકો દેવીની પૂજા કરતાં હોય તે દેશમાં દેવી (સ્ત્રી)ની શું દશા છે..? ૨૦૨૦માં બનેલ આ શોર્ટફિલ્મ મહિલા ઉત્પીડનને ખુબ અસરકારક રીતે અભિવ્યક્ત છે. અભિનેત્રીની સમસ્યાને કારણે રંગભૂમિ ઉપર અનેક નટીશૂન્ય નાટકો સર્જાયા છે, પણ આ ફિલ્મ નટશૂન્ય છે. કાજોલ, મુકતા બર્વે, નીના કુલકર્ણી, નેહા ધૂપિયા, રમા જોશી, સંધ્યા માહ્ત્રે, શિવાની રઘુવંશી, શ્રુતિ હસન અને યશસ્વી દાયમા. ૧૩ મિનિટની આ શોર્ટફિલ્મમાં ૯ અભિનેત્રીઓ છે. આટલું જ નહિ શોર્ટફિલ્મનું લેખન-દિગ્દર્શન પ્રિયંકા બેનર્જીએ કર્યું છે. ફિલ્મની સિનેમેટોગ્રાફી સવિતા સિંઘએ કરી છે અને Executive Producer છે રીતિકા બજાજ.

તમને ખબર છે..? માત્ર ભારતમાં પ્રતિદિન બળાત્કારના ૯૦ કેસ નોંધાય છે. ભારતની અદાલતોમાં બળાત્કારના એક લાખથી પણ વધુ કેસ પેન્ડીંગ છે. અને બળાત્કારીને સજાના કિસ્સામાં માત્ર ૩૨% આરોપીઓને સજા થાય છે. ય દેવી સર્વ ભૂતેષુની ફિલોસોફીવાળા દેશમાં દેવીને માતા, શક્તિ, વિદ્યા, લક્ષ્મી સહીત અનેક ઉપાધિઓ આપવામાં આવી છે, પણ તેનો કોઈ અર્થ ખરો..?

અત્યાર સુધીમાં એક કરોડ ચાલીસ લાખ દર્શકોએ આ ફિલ્મને ઓનલાઈન જોઈ છે. આ ફિલ્મની લિંક સિનેમા લવર્સ માટે પ્રસ્તુત છે. ફિલ્મ વિષે તમારો અભિપ્રાય/કોમેન્ટ જરૂર જણાવશો.
-     ડૉ. તરુણ બેન્કર (Ph. D. : Fiction into film) (M) 9228208619
-      

Post a Comment

0 Comments